________________
ચતુર્થાં પ્રસ્તાવ
૧૯૯
અમે ચારિત્ર રહિત છતાં શીલથી ભવસાગરને તરવા ઇચ્છીએ છીએ. અહી તીથ યાત્રાને માટે આવતા અનેક લેાકેાનાં મુખથી અમારા સાંભળવામાં આવ્યુ છે કે- તમાએ કરાવેલાં પુણ્યસ્થાને તથા નાનાવિધ જિનચૈત્યેાથી પાવન એવા ધવલપુરમાં ન્યાયમાં રામ સમાન, રૂપમાં કામ સમાન, સત્યમાં યુધિષ્ઠિર સમાન, રણભૂમિમાં ભીમ સમાન, ધનુવિદ્યામાં અર્જુન સમાન, સુવર્ણ દાનમાં કર્ણ સમાન, વસુધાના એક કલ્પવૃક્ષરૂપ અને ચૌલુકયવ‘શમાં ચંદ્રમા સમાન ધીમાન્ શ્રી વીરધવલ રાજા રાજ્ય કરે છે. જેમના સુધાથી રૂપિત થયેલા શંભુ સમાન નિળ યશથી પૃથ્વીને પાવન કરતી જેની કીત્તિરૂપ મૂર્ત્તિ પ્રગટ છે અને સૂર્ય વંશમાં એક તિલક સમાન એવા તે રાજા અદ્યાપિ વિદ્યમાન છે. તે રાજાને, કવિએને કલ્પવૃક્ષ સમાન, સર્વ જ્ઞાતિઓને સુધાના મેઘ સમાન, સરસ્વતીના ધર્મપુત્ર સમાન, જિનશાસનમાં સૂર્ય સમાન, સર્વ દનાને યથાચિત પાષણ આપનાર, અને રાજ્યધુરાને ધારણ કરનાર વસ્તુપાલ નામે મહામંત્રી છે. જેનું મહાદાન યાચકવર્ગને ઇચ્છા કરતાં અધિક મળવાથી હસાવે છે, જેનુ ખળ શત્રુઓના ભુજદ'ડની ઉગ્રતાની વાતને નિર્મૂળ કરી નાખે છે, અને જેની બુદ્ધિ કિંગ'ત સુધી પ્રસરેલ ભૂતળની લક્ષ્મીની આકવિદ્યા છે. એ મ`ત્રીઓમાં તિલક સમાન એવા વસ્તુપાલનું નામ સાંભળતાં જગતમાં કાને આનદ ન થાય ? હું સરસ્વતી માતા ! હું એ પ્રધાનને પવિત્ર પુરૂષામાં અગ્રેસર માનું છું અને મુનિએ એને મધ્યસ્થ માને છે, તેા ઘણા વખતથી