________________
૧૯૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર “હે મંત્રીરાજ ! સાંભળે –
વૃક્ષ રહિત, વિપત્તિને અગોચર તથા સંપત્તિના સ્થાનરૂપ એવા અહીં મરૂ નામે (મારવાડ) આબાદ દેશ છે, કે જ્યાં કુવાઓ કુપણ (સટોડીયા અથવા જુગારી) ની જેમ ગૂઢ અને ગંભીર વૃત્તિવાળા હોવાથી ગળેથી પકડવામાં આવતાં જ તેઓ પુરૂષને પોતાના સારરૂપ રસ (જળ યા ધન) આપે છે. જ્યાં સદા પુષ્પ અને ફળ આપનાર હોવાથી કરીર વૃક્ષે (કેરડા) જ કલ્પવૃક્ષ સમાન ગણાય છે અને પ્રબળ દુષ્કાળમાં સર્વ પ્રાણીઓને તે સહાય કરે છે. વળી જ્યાં સ્વાદિષ્ટ ફળવાળાં અને સર્વને સાધારણ એવાં પીલુનાં વૃક્ષે સુવૈદ્યોની જેમ ઉદરના રોગને નષ્ટ કરે છે. તે દેશમાં ત્રાસ મુક્ત મહા પુરુષની જેમ બહુ ધાન્ય (બહુ ધાન્ય અથવા બહુધા અન્ય)થી (ને) ઉપકાર કરનાર અને લક્ષમીના આશ્રયરૂપ કુજ નામે એક ગામ છે. ત્યાં ડુક્કર પશુઓ જેવા, ધર્માધર્મથી બહિર્મુખ, અવિવેકી, નિર્ભય, રાગરહિત, નરેગી, પામર, ઇંદ્રને પણ હસાવે તેવી લલિત ચેષ્ટાથી ઉત્કટ અને પગ ધોયા સિવાય ભજન કરનારા એવા પામર લોકે વસે છે. નિશ્ચિત એવા તેઓ એકઠા બેસીને બહુ ભજન કરે છે અને રાત દિવસ પોતાને ગળે ઝાલર બાંધીને સ્વેચ્છાએ વગાડતા ફરે છે. એકદા સારા આકારવાળે, સદાચારી, પવિત્ર વસ્ત્રથી વિભૂષિત, તાંબૂલના આસ્વાદથી પદ્મરાગ સમાન દંતકાંતિને ધારણ કરનાર વેલાકુલ નગરમાં વસનાર અને તેને આનંદ પમાડે તેવી શરીર શેભાથી