________________
૧૯૨
શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર આપતાં અને “હે ભગવન્! આ જગતમાં સતત ઉદય પામનારા એક તમે જ દીપક છે” આ પ્રમાણે ભક્તિપૂર્વક પાથ પ્રભુની વિજ્ઞાપના કરતાં મંત્રીશ્વરે ચારે બાજુ કપૂરથી અર્ચિત અને મંગલકારક એ મંગલદી ઉતાર્યો. પછી ભાવપૂજા નિમિત્તે ચિત્યવંદન કરતાં સુધા સમાન મધુર વાણીથી તેણે આ પ્રમાણે સ્તુતિ કરી.
અભીષ્ટાથે આપવાથી જનમનને રંજન કરનાર, ભક્તિથી નમતા દેવોના મુગટમાંથી સરી પડતાં મંદાર પુષ્પની માળાઓથી પૂજિત, સર્વત્ર પ્રસરતા પ્રભાવ યુક્ત, જગતના સ્વામી, તથા શ્રી સ્તંભનક નગરને શણગારવામાં મુગટ સમાન એવા હે પાર્થ પ્રભુ ! તમે જયવંતા વર્તો. વળી આપના નામરૂપ મહા મણિમંત્રથી તથા તેના સંસર્ગના પ્રભાવથી ઉલસાયમાન ઔષધિઓમાં ઉત્પન્ન થતા અભુત માહાસ્યથી સુજ્ઞ જનો અન્ય સમસ્ત મણિ વિગેરેને વૃથા માને છે. આવા પ્રભાવના ભંડાર શ્રી પાર્શ્વ પ્રભુ સત્પરૂ
ને સિદ્ધિ આપો.” પછી શકસ્તવ બોલતાં અને નવા નવા ભાવને ધારણ કરતાં તે મંત્રીશ્વરે સર્વ દૈત્ય અને જિન બિંબને વંદના કરી, પછી નિખાલસ ભક્તિથી મંત્રગર્ભિત સ્તોત્ર બોલી, કંઈક ધ્યાન કરીને મૃદુ સ્વરે તે આ પ્રમાણે બેલ્યા કે “સર્વ મંગલમાં માંગલ્યરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જિનશાસન જયવંત વત્ત છે. સર્વ જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણુઓ પરેપકાર કરવામાં તત્પર થાઓ, સર્વ દે નષ્ટ