________________
૧૮૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શાસનમાં સ્થાપન કરતા હતા.
એકદા તેજપાલ વિગેરે પરિવાર સહિત શ્રદ્ધાળુ એવા વસ્તુપાલ મંત્રી શ્રી નરચંદ્ર ગુરૂ પાસે આ પ્રમાણે દેશના સાંભળી કે
“સુપાત્રે દાન આપતાં તે ધર્મના કારણરૂપ થાય છે, ઈતર (અનુકંપા) દીનાદિકમાં આપતાં ઉંચા પ્રકારની દયા પ્રગટાવે છે, મિત્રને આપતાં પ્રીતિમાં વધારો કરે છે. શત્રુએને આપતાં વરને દૂર કરે છે, સેવકને આપતાં ભક્તિ વધારે છે, રાજાને આપતાં સમાન અપાવે છે અને ભાટ વિગેરેને આપતાં યશ ગવરાવે છે. દાન કયાંય પણ નિષ્ફળ થતું જ નથી. દાનથી પ્રાણી અખંડ સામ્રાજ્ય અને ઈન્દ્રપણું પામે છે, દાનથી અગણિત સુખની વૃદ્ધિ થાય છે અને દાનથી અનુક્રમે મોક્ષ પણ મળે છે. ચતુર્વિધ ધર્મમાં દાનને પ્રથમ ગણવામાં આવેલ છે અને તે જ્ઞાનદાન, અભયદાન તથા સુપાત્રદાનના ભેદથી ત્રણ પ્રકારે છે. સર્વ દાનમાં જ્ઞાનદાનને મુખ્ય કહેવામાં આવેલ છે. તે સર્વ સંપત્તિના કારણરૂપ અને તત્ત્વાતત્ત્વને યથાર્થ જણાવનાર છે. જ્ઞાનથી જ્ઞાની પિતાના અંતરમાં કૃત્યાકૃત્ય સમજીને અકૃત્યોને ત્યાગ કરે છે અને સુકૃત્યોને આદરે છે, અજ્ઞાની પરભવમાં દુઃખનું ભાજન થાય છે માટે જ્ઞાનદાન કરનાર સમસ્ત સુખને આપનાર છે, અને એટલા માટેજ જ્ઞાનદાતાને દુઃપ્રતીકાર (જેનો બદલો વાળવો મુશ્કેલ છે તેવા) કહેવામાં આવેલ છે. વળી બીજા દાને તે પ્રાણીઓને