________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૭૩. હે ભદ્રો ! સર્વ ભ કરતાં મનુષ્યભવ શ્રેષ્ઠ છે, તેમાં પણ સારા કુળમાં જન્મ, આહંન્દુ ધર્મની પ્રાપ્તિ અને જીવદયારૂપ ધમ ઉત્તરોત્તર વધારે પ્રશંસનીય છે. દીન જનની અનુકંપા કરવાથી જ દયાધર્મ વધારે પ્રૌઢતાને પામે છે. દુઃખિત પર દયા કરનાર પુરૂષ અલ્પ કાળમાં મોક્ષ સુખને મેળવી શકે છે. કહ્યું છે કે “જિનપૂજા, સાધુસેવા, ગુણવંતનું બહુમાન અને દીન જન પર સમ્યક્ પ્રકારે દયા કરતાં પ્રાણુ અત્યંત સુખી થાય છે. જગતમાં લકમી, વિદ્યા અને બળથી ઉભરાઈ જતા પુરૂષે તે ઘણા હેય. છે. પણ પરદુખ ભંજનહાર પુરૂષ તે કેઈ વિરલા જ હોય છે. કહ્યું છે કે દરેક સ્થાને હજારો શૂરા જ મળી આવશે, અનેક વિદ્વાન મળશે, અને કુબેરને કેરે બેસાડી દે તેવા ધનવાને પણ ઘણુ મળશે, પરંતુ દુઃખી થતા અન્ય મનુષ્યને જેઈને યા સાંભળીને જેમનું મન કરૂણામય થઈ જાય તેવા સપુરૂષે તો જગતમાં પાંચ છ જ હશે.” પ્રાણીને યથેચ્છિત વસ્તુ આપવાથી જે કે તેના દુઃખની શાંતિ થાય છે, પરંતુ અન્ય ઈચ્છિત વસ્તુઓના દાન કરતાં અન્નદાનને પ્રથમ ગણવામાં આવેલ છે. કહ્યું છે કે “હે યુધિષ્ઠિર ! અન્નદાન કર-અન્નદાન કર. જગતમાં અન્નદાન કરનાર જ પ્રાણદાન કરનાર છે અને પ્રાણદાન કરનાર તે અભયદાન કરનાર છે.” સુવર્ણાદિ વરતુઓનું દાન કરતાં તે તેનું ફળ મળે યા ન પણ મળે, પણ અન્નદાન તો સુધારૂપ આત્તિને તાત્કાલિક ક્ષય કરનાર હોવાથી તરત જ ફળે છે. એક સમ્રાટ્ (રાજા) યા રંક એ બંનેને સુધાની વેદના તે સમાન સહન કરવી