SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રસ્તાવ ૧૭૧. સ્વાભાવિક જાતિવૈરને ત્યાગ કરીને પરસ્પર મિત્રાઈ દર્શાવવા લાગ્યા હતા. સમસ્ત લોકે સદાચારી થઈ જવાથી દ્વિજિહ. (સર્પ યા દુર્જન)ની સ્થિતિ માત્ર પાતાલગ્રહ (નાગલોક યા. નરક)માંજ હતી; તથા ઘેર ઘેર પ્રજાને મંગળમાળા સાથે ધન ધાન્યાદિક વસ્તુઓની પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી હતી. વસ્તુપાલ મંત્રીની પાસે નિરંતર સેવા કરનારા. અઢારસો જબરજસ્ત ક્ષત્રિય સુભટો હતા. તેમજ સંગ્રામમાં મરણીયા થઈને ઝુઝનારા તથા મહા ઓજસ્વી એવા ચૌદસો. અન્ય રાજપુત્રે (રજપુતે) તેમના સેવક થઈને રહ્યા હતા. તેઓ ભેગ, ગાર, વસ્ત્ર, આસન અને ભેજનમાં સમાનપણે વર્તનારા હોવાથી પોતાની છાયાની જેમ નિરંતર વસ્તુપાલના સહચારી હતા. તેમના બળથી તથા ધર્મના પ્રગટ પ્રભાવથી તે મંત્રીઓ અનેક સંગ્રામમાં જયલક્ષ્મીને એક લીલામાત્રમાં વરતા હતા. વળી તે મંત્રીઓને પાંચ હજાર નામીચા અો અને વીશ હજાર વેગમાં ઉત્કટ એવા બીજા અ હતા. ત્રીશ હજાર ગાયે હતી, બે હજાર બળદે અને હજારો ઊંટ ઉટડીઓ તથા ભેંશ હતી. દશ હજારની સંખ્યામાં તે તેમને દાસ-દાસી વગેરેનો પરિવાર હતો, અનેક રાજાઓએ ભેટ આપેલા ત્રણસે હાથીઓ. હતા. તેમના ઘરમાં ચાર કટિ સેનામહેરો તથા આઠ. કોટિ પામહોરે હતી, તેમજ રત્ન, માણિક્ય અને મતીઓની તો ગણત્રી જ ન હતી. કહ્યું છે કે-છપન કોટિ ભરેલા તેમના છપ્પન ભંડારે હતા.” દરરોજ એક લક્ષ
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy