________________
-૧૫૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પગલે યાચક લે કોને દાન આપતા તે શંખ રાજાએ જયયાત્રાને માટે રણભૂમિમાં ઉત્સાહ ધરાવનાર ચતુરંગ સેના સહિત મંત્રીના સૈન્યની સામે પ્રયાણ કર્યું. રસ્તે જતાં તેના અાથી ઉડીને આકાશમાં પ્રસરેલ રજથી રાજહંસને અકાળે વર્ષાઋતુની ભ્રાંતિ થવા લાગી. પછી સત્વર વટફૂપ નામના સરોવરની પાળ પર આટોપ સહિત આવીને તેણે શત્રુઓને પટવનિથી પિતાનું આગમન જાહેર કર્યું. એટલે કાને પડેલા તેના પટહનાદને સાંભળીને મંત્રીએ પિતાની ભૂકુટિ ઉંચી કરીને જાણે અભ્યસ્થાન કરતે ન હોય? એ દેખાવ કર્યો. વટકૂપ સરોવર ઉપર છાવણું નાખીને રહેલ શખ રાજાને સિન્યસાગર વિવિધ દેશના રાજાઓની સેનાએના ભળવાથી વધવા લાગ્યો. રણભૂમિમાં શંખ રાજાને સહાય કરવાને માટે બહુ પરાક્રમી અને ભાવિક એ કાંકણું દેશનો રાજા આવ્યો. તેમજ નિર્ભય, ભરવાના જેવા આકારવાળા અને ત્રિનેત્ર (શંકર)ના જેવા પરાક્રમી આહીરેને પણ ત્યાં બેલાવવામાં આવ્યા. તે વખતે ઉભય સિન્યના કેટલાક વીર સુભટો નિર્નિદાન દાનથી અથ જનોને કૃતાર્થ કરવા લાગ્યા, અને કેટલાક જાગ્રત થયેલા મહાવીરે ઉત્સાહમાં આવી નાગેન્દ્રના આહાયપૂર્વક ઉત્સાહ સાથે અનેક દેવતાઓને પૂજવા લાગ્યા. યુદ્ધ કરવાની ઉત્કંઠાથી આકુળ બનેલા વીરેને આ વખતે સેંકડે મનોરથ કરતાં પ્રાપ્ત થાય તે આ સંગ્રામેત્સવને દિવસ પ્રાપ્ત થયો.
પછી મુકરર કરેલે દિવસે પ્રભાતમાં જ દુર્વાર્ય બાણેની