________________
૧૫૬ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ભૂતથી ભય પામે ? અને સૂર્યને આશ્રય કરનાર શું અંધકારથી પરાભવ પામે? માટે આ બાબતને અંતરમાં બરાબર વિચાર કરીને એવું હિતાવહ બોલજે કે જેથી વિરધવલ રાજાને લેશ પણ ખેદ ન થાય.”
આ પ્રમાણેના મંત્રીના લેખને કટુ અનુભવ કરીને વિકટ કુટિને ધારણ કરતાં શખ રાજાએ અંતરમાં ક્રોધ લાવીને તે ભટ્ટને કહ્યું કે “કિરાટકુળને દૂષણ લગાડનાર એવા તે મંત્રીએ પોતાને યોગ્ય જ કહ્યું છે, કારણ કે પુરૂષ પિતાના વંશને અનુસારે જ વચન બેલે છે.” પછી દાની એવા તે સિંધુ રાજાના પુત્રે દાનલીલાથી તે યાચકશિરેમણિને શ્રીમંતશિરોમણિ બનાવી તેને વિસર્જન કરીને અગ્નિની જેવા જાજવલ્યમાન, કોધિષ્ઠ અને કુબુદ્ધિ એવા તે શંખ રાજાએ યુદ્ધને માટે સામગ્રી તૈયાર કરાવી.
અહીં વૈતાલિકના મુખથી શંખ રાજાને વૃત્તાંત જાણુવામાં આવતાં વરધવલ રાજાના આદેશથી બધા રાજાએને બેલાવી, સિન્યને એકત્ર કરી, આવશ્યક ક્રિયા કરીને વસ્તુપાલ મંત્રીએ શંખ રાજાને જીતવાની ઈચ્છાથી વય નગર તરફ પ્રયાણ કર્યું. તે વખતે જયયાત્રાને માટે જતા પુણ્યના પાત્રરૂપ મંત્રીને જયશ્રીનું સૂચન કરનારાં પ્રશસ્ત શકુનો થયા. રણાંગણમાં તેને સહાય કરવા માટે કપદ યક્ષને આગળ કરીને દેવી ચકેશ્વરી પણ સિંહ પર આરૂઢ થઈ તે મંત્રીની સાથે ચાલી. સત્પરૂષને અનુકૂળ તથા મહાસે થી પરિવૃત્ત એવા મંત્રીને પવન પણ અનુકૂળ થઈને