________________
૧૪૭
ચતુર્થ પ્રસ્તાવ આપીને જેણે આવી સેંકડે ગાથાઓનો સંગ્રહ કર્યો છે તેને ધન્ય છે. અધિકારને પ્રાપ્ત થતાં જે આશ્રિતનું પોષણ કરતો નથી તે પાછળથી નિંદાપાત્ર થાય છે. મિત્રોને મદદ કરવા અને શત્રુઓને પ્રતિકાર કરવા માટે જ સુજ્ઞ જને રાજાને આશ્રય કરે છે. બાકી કેવળ ઉદરપોષણ તે કેણ કરતું નથી?” આ પ્રમાણે પિતાના અંતરમાં દીર્ઘ વિચાર કરીને પુરૂષના શરણુરૂપ એવા મંત્રીશ્વરે કંઈક કેપને આકાર દર્શાવીને સગરના પુત્રને કહ્યું કે હે મહાભાગ ! ક્ષણભર વૈર્ય ધારણ કરીને તું મનમાં નિશ્ચિત થા. અવસર આવતાં હું તારું કાર્ય અવશ્ય કરી આપીશ.” એ રીતે સુધા સમાન વચનથી આશ્વાસન આપીને પ્રસન્ન હૃદયવાળા એવા મંત્રીશ્વરે તેને પોતાના ભંડાર ખાતે નામાનું કામ કરવા રાખે, પછી તે સુજ્ઞ સચિવે આખા નગરનાં સર્વ જિનમંદિરોમાં મહત્સવ સાથે કર્મરજને નાશ કરનારી પૂજા કરી.
એક દિવસે કુશળ મંત્રીશ્વરે એક ભટ્ટને કંઈક સમાચાર કહીને સદીકને ઘેર મોકલ્ય; એટલે તેને ઘેર જઈને તેણે મહેભ્ય સદીકને આશીર્વાદપૂર્વક મંત્રીને સંદેશે નિવેદન કરતાં જણાવ્યું કે-“સપુરૂષોમાં અગ્રેસર અને ચૌલુક્ય રાજાના મુખ્ય મંત્રી વસ્તુપાલ મારા મુખે શ્રીમંતેમાં આદ્ય એવા આપને જણાવે છે કે વીરવર્ગમાં ઈંદ્ર સમાન એવા હે ધુરંધર વ્યવહારી ! તમે હાલ ધનમાં વસુધા પર કુબેર જેવા છે, કપૂરના સુગંધની જેમ દ્રવ્ય