________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૪૫
જસ્ત ગજેનાથી શત્રુઓને ત્રાસ પમાડનાર ત્રણસે મનેહર હાથીએ તેના દ્વાર આગળ સદા ગર્જના કરી રહ્યા છે, તથા સત્કર્મશાળી એવા તેના ઘરમાં, સુવર્ણ, મણિ–માણિક્ય અને કિંમતી મુક્તાફળની તે ગણત્રી જ થઈ શકે તેમ નથી. નિધનમાં અગ્રેસર એવો મારે પિતા પિતાને નિર્વાહ ચલાવવા તેદીક વેપારીની સેવાવૃત્તિ (ચાકરી) કરતે હતે.
એક દિવસ મારા સગર પિતાએ “બધી વસ્તુઓના વ્યાપારમાં ખર્ચ અને હાનિ બાદ કરતાં જે લાભ રહેશે તેમાંથી હું ચે ભાગ લઈશ” એમ શેઠની સાથે ઠરાવ કરી પોતાના નામ કરતાં એક માત્રા અધિકવાળા સાગરની (સમુદ્રની) વિધિપૂર્વક પૂજા કરીને તેણે વહાણે ચાલતાં કર્યા. પછી પૂર્વ પુણ્યાનુભાવથી આદન બંદરમાં કામધેનુ સમાન બહુ જ કિંમતી એવી હેમધૂલિ (સેનાવાળી રજ) તેને પ્રાપ્ત થઈ. ઘણું જ યત્નથી તેમાંની કેટલીક ધૂલિ વહાણમાં ગુપ્ત રાખીને મારે પિતા તે પોતાને ઘેર લાવ્યો. આ વાતની સદ્દીકને ખબર પડવાથી અત્યંત કપાયમાન થઈ મારા પિતાના ઘરમાંનું સર્વસ્વ લુંટી લઈને તેણે કઈ ન જાણે તેમ મારા પિતાને મરાવી નાખ્યો. તે સગરને હું દેવ નામે પુત્ર છું. હે મહામાત્ય શિરેમણિ! ભાગ્યથી પ્રાપ્ત થાય એવી આપની સેવા નિરંતર બજાવવાની મારી ઈચ્છા છે, અને સમર્થ એવા તે પાપીને પ્રતિકાર કરવાને અસમર્થ એવા મને આપની સેવાના ફળરૂપે તે સુવર્ણ ધૂલિને
૧૦