________________
' તૃતીય પ્રસ્તાવ
૧૩૫
અનેક નગરનારીઓનાં નેત્રને આનંદ આપનારા તેજપાલ મંત્રીને તેને પૂજ્ય જયેષ્ઠ બંધુ વસ્તુપાલ અત્યંત નેહપૂર્વક સામે મળ્યા, એટલે તેજપાલ તરત જ જયેષ્ઠ બંધુના ચરણકમળમાં નમ્યા. વસ્તુપાલ નેહપૂર્વક લઘુ બ્રાતાને દેઢ આલિંગન આપ્યું. પછી પિતાના જયેષ્ઠ ભ્રાતાને આગળ કરીને સત્કૃત્યની સ્થિતિને જાણનારા, આનંદ પામતા સ્વજનેથી પરવરેલા અને બંધુને નમસ્કાર કરતી વખતે પંચાંગથી જેણે પૃથ્વીમંડળને સ્પર્શ કરે છે એવા તેજપાલ મંત્રીએ સર્વ સામંતો સાથે મુક્તાફલ, અ અને સુવર્ણકટિ સહિત દુર્યોધન સમાન ઉદ્ધત ઘૂઘુલ રાજાને આગળ કરીને જાણે ઉદય પામેલ ચંદ્રમા સમાન હોય તેવા, તથા નક્ષત્રોની જેવા સદાચારી અનેક રાજાઓથી સેવાતા શ્રીવરધવલ રાજા પાસે પહોંચીને તેમને પ્રણામ કર્યા; એટલે હસુધાને વરસતા ચૌલુક્ય કુળને ચંદ્રમા સમાન વરધવલ રાજાએ આસન પરથી ઉઠીને તેને આલિંગન આપ્યું, અને તેના પરાક્રમનું વૃત્તાંત સાંભળીને ચમત્કાર પામેલા રાજાએ તેને કવિની વાણીમાં પણ ન આવી શકે તેવું અપૂર્વ સન્માન આપ્યું. પછી સમસ્ત વિશ્વને દ્રોહ કરવામાં ધુરંધર, અત્યંત પ્રચંડ બાહુદંડથી બળીષ્ટ, વિકટ આકૃતિવાળા, અને તેવી અવસ્થામાં આવી પડ્યા છતાં અદીન મુખકાન્તિવાળા ગધ્રાધિપતિને જોઈને નિર્મળ યશવાળા વીરધવલ રાજાએ અંતરમાં વિચાર કર્યો કે-“અહો! આ રાજાનું શરીર કેવું તેજોમય છે? તથા ત્રણે જગતને જીતવામાં લંપટ એવું એનું ભુજાબળ પણ કેવું જબરજસ્ત છે? રાજા આ પ્રમાણે વિચાર