________________
તૃતીય પ્રસ્તાવ
૧૩૩ રભાવને દૂર કરીને જે મનુષ્ય સવિશેષ હિતકર એવા ધર્મમાં રમણ કરતો નથી, તે કૃતઘને ભવિષ્યમાં સુખસંપત્તિ શી રીતે પ્રાપ્ત થાય? “સૂર્ય અસ્ત થતાં શું લેકમાં પ્રકાશ ટકી શકે ? કહ્યું છે કે-ધર્મથી ઐશ્વર્ય પામીને જે ધર્મને જ ધ્વંસ કરવા તત્પર થાય છે તે સ્વામીદ્રોહના પાતકીની શુભ ગતિ કેમ થાય?” ઈંદ્રના તેજને પણ જીતનાર અને નિર્મળ ઉદયવાળા વિમળ”મંત્રીએ પ્રૌઢ પ્રભુતા પામીને આબુગિરિરાજ પર જગતને આનંદ આપનાર એવું રાષભદેવ ભગવંતનું ઉન્નત ચત્ય કરાવ્યું અને તે પર્વતને વિમલાચલ સમાન બનાવી દીધો. તેમજ દેવોને પણ આશ્ચર્ય પમાડનાર એવા પુણ્યાત્મા પાલિ મંત્રાએ અંબિકાદેવીના પ્રસાદથી જગતને આનંદ આપનાર તથા પર્વત સમાન ઉન્નત એવા શ્રીનેમિનાથ ભગવંતના ચિત્યનો ઉદ્ધાર કરાવીને શ્રી આરાસણ પર્વતને રૈવતાચલ જેવો બનાવી દીધો. વળી પિતાની સંપત્તિથી જગતના જીવનરૂપ એવા “કુમારપાલ” રાજાએ વસુધાને આધારરૂપ એવા તારંગ પર્વતને (અજિતનાથજીનું મંદિર કરાવીને) તીર્થરૂપે પ્રસિદ્ધ કર્યો તથા ચિત્રકૂટ, નીલગિરિ, દુર્ગગિરિ, સુવર્ણગિરિ તેમજ પારકરગિરિ વિગેરે પર્વતને પણ તેણે તીર્થરૂપે પ્રસિદ્ધ કર્યા માટે હું પણ સંસારસાગરથી પાર ઉતરવા માટે આ પર્વત પર જિનેશ્વર ભગવંતનું અપૂર્વ ચિત્ય કરાવીને આ પર્વતને તીર્થરૂપ કરૂં. વળી ગમે તે પર્વત પણ ક્ષમા (પૃથ્વી)ના આધારરૂપ હોવાથી લેકમાં તીર્થરૂપ તે ગણાય જ છે, પરંતુ જે તે જિનમંદિરથી અલંકૃત હોય ત્યારે તો પછી કહેવું જ શું?