SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭, તૃતીય પ્રસ્તાવ " , કુમારી આવી અને નિદ્રામાં સુતેલા મને જગાડી મારી સાથે પરણને તે તરત પિતાના સ્થાને ચાલી ગઈ. પછી નગરની અંદર ભમતાં કેઈક દિવ્યકન્યાએ યંત્રના ચગે મને પિતાના આવાસમાં ઉપર ખેંચી લેવરાવ્યો અને તૈયાર રાખેલી વિવાહ સામગ્રીથી ગાંધર્વ વિધિવડે મારી સાથે પાણિગ્રહણ કરી સત્કારપૂર્વક મને પાછો નીચે ઉતારી દીધે, એટલે હું દેવગૃહમાં આવીને સુઈ ગયે. જિનપૂજનના નિશ્ચચથી નીપજેલા સુકૃતોદયના યોગથી અને સારાં શુકન થવાથી નૈમિત્તિકનું વચન મને બરાબર ફળ્યું. પ્રભાતે આ લોકોએ મને જગાડીને અહીં રાજસભામાં લઈ આવ્યા. વળી હે રાજન્ ! પ્રાતઃકાળમાં અને આપના દર્શન થયાં, એ પણ મારૂં મહપુણ્ય સમજવું. કહ્યું છે કે- મહાતીર્થ, મહાઔષધિ, રાજા અને મુનીશ્વર-એમના દર્શન પ્રાયઃ અલ૫ ભાગ્યવાળા પુરુષને દુર્લભ હેાય છે.” આ પ્રમાણેનું તેનું કથન સાંભળીને અને તેને બરાબર નિહાળી જોઈને પૂર્વે સાંભળેલી વાણુનું સ્મરણ કરતા રાજા વિચારવા લાગ્યો કે- જેને મેં નગરની બહાર વૃક્ષની નિચે નૃત્ય કરતે જે હતું, તે જ આ દરિદ્વશિરોમણિ મુળવણિક (મગને વ્યાપારી) લાગે છે. અહો ! સત્કર્મોદયના યેગે આ દુગતને પણ નિમિત્તિયાની વાણી વેદવાક્યની જેમ બરાબર ફળીભૂત થઈ, માટે હવે આ આપણી પુત્રીના પતિને દુઃખ દેવું યુક્ત નથી. કારણ કે જમાઈ ગમે તે છતાં તે માનનીય જ ગણાય છે. પછી તે કન્યાઓની સખીઓને પૂછતાં, તેમણે પણ રાજા અને મંત્રીની
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy