________________
૧૧૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
ભાગ્ય અને સૌભાગ્યની એક મ`જરી (માંજર) રૂપ, સ ગુણલક્ષ્મીના એક ધામરૂપ અને ચારે ખાજી દૈદીપ્યમાન રત્નાભરણની પ્રભાથી દેવમ"દિરને ઉદ્યોતિત કરતી એવી પ્રધાનપુત્રી પેાતાની સખી સાથે ત્યાં આવી, એટલે ત્યાં નિદ્રામાં સુતેલા સારા આકારવાળા અને પેાતાની રૂપસ ́પત્તિથી ક'ના દ્રુને ભાંગનારા એવા તેને જોઇને સકેત કરેલા વરની ભ્રાંતિથી મનમાં હર્ષ લાવી તે મંત્રીસુતાએ તરત જ તેના કરકમળ ઉપર મનફ્ળ ( મી ઢળ ) ખાંધી દીધું. પછી કામળ વાકયથી તેને જાગ્રત કરીને તે પ્રધાનપુત્રીએ અંતરના પ્રેમપૂર્વક તેના શરીરપર કુંકુમ અને ચંદનનું વિલેપન કર્યું, પછી યક્ષની સાક્ષીએ ગાંધવ વિધિથી તેનું પાણિગ્રહણ કરીને પેાતાને ધન્ય માનતી તે સૌભાગ્યમાંજરી મનમાં હર્ષ પામી. પેલા દુતપણુ આનંદપૂર્ણાંક સિદ્ધપુત્રનાં વચનને સ'ભારતા મૌન ધારણ કરીને બેસી રહ્યો. કારણ કે ‘સ્વયમેવ આવતી લક્ષ્મીના કાણુ ત્યાગ કરે?’ એવામાં તેની સખીએ મત્રિનદનાને કહ્યું કે- હે સ્વામિનિ ! આજે પુણ્યયેાગે તમારા મનારથ પૂર્ણ થયા છે. હે સુંદરી! હવે પછી પણ તમારુ જે ઈચ્છિત હશે તે અવશ્યમેવ પૂર્ણ થશે; પરતુ હમણા તે આપણે સત્વર ઘરે જઇએ.’ એ વખતે નિમિત્તિયાના વચનને અંતરમાં સત્ય સમજતા એવા દુતે કહ્યુ કે હું ભદ્રે ! એ તા તેમજ થશે.’ તે વખતે એની કને અપરિચિત શબ્દધ્વનિ સાંભળીને પ્રધાનપુત્રીએ અગ્નિના પ્રકાશ કરી તેનુ રૂપ જોયુ.. એટલે તેને તથાવિધ રૂપવાળા જોઇને થયેલી ભૂલ માટે
"