________________
દ્વિતીય પ્રસ્તાવ
૯૩
પાંચ કરાડ સુવણુ અને દશ હજાર અશ્વો પ્રાપ્ત થયા. પછી તેણે વીરધવલ રાજાની આજ્ઞાથી સામ તપાળને આજીવિકા માટે સત્યપુર નગર આપ્યું અને ખીજા મેને શૂરાચંદ્ર નગર આપ્યું. અહો ! અન્ન, જળ, ધન અને વસ્ત્રોના દાતારા તેા પગલે પગલે હશે, પણ વસ્તુપાલ મંત્રી તા રાજાઓને નગરા અને ગામે આપતા હતા.
પછી ભયભ્રાંત થયેલા રાજાએ મહામાત્ય અને ખળયુક્ત વીરધવલ રાજાને અવ્ા, માણિકય અને ગામ પ્રમુખ સાર સાર વસ્તુઓ ભેટ કરવા લાગ્યા. પ્રભાકરને ઉડ્ડય પામતા જોઇને કાણુ પાતાની સાર વસ્તુ ન ધરે ?' સમસ્ત વિશ્વને ઉપકાર કરનાર અને રાજાઆને પેાતાના તાબે કરનાર એવા ચુલુક રાજાના પ્રતાપ પ્રતિદિન ચારે દિશામાં પ્રસરવા લાગ્યા. આ પ્રમાણે શત્રુ રાજાઓને તામે કરનાર, ક્ષત્રિયાની શ્રેણિઓમાં યશ મેળવનાર, જગત–જનાને હ આપનાર અને વસ્તુપાલ મંત્રીથી શાભાયમાન એવા ચુલક વંશના ચંદ્રમા (વીરધવલ રાજા) અનુપમ કળા (પ્રભા)ને પામ્યા.
इति श्रीमहामात्य वस्तुपालचरित्रे धर्ममाहात्म्य प्रकाशके श्रीतपागच्छाधिराज श्री सोमसुंदरसूरिशिष्य श्रीजिनहर्षागणिकृते हर्षा द्वितीयः प्रस्तावः ॥ २ ॥
⭑