________________
- દ્વિતીય પ્રસ્તાવ
૮૩
છે. કારણ કે તેમાં વિજયને માટે સંદેહ છે અને પ્રધાન પુરૂષને ક્ષય તો જરૂર થાયજ છે.”
- એ પ્રમાણે યુદ્ધ કરતાં ઘણું રાજકુમાર અને બંને મંત્રીઓએ પાસે રહીને પિતાના રાજાનું યાનપૂર્વક રક્ષણ કર્યા છતાં તે ત્રણ બહાદુર વીરેએ ચૌલુકય રાજાના લલાટમાં ત્રણ ભાલાના ઘા કરી તરતજ પ્રગટ થઈને કહ્યું કે-“હે દેવ! આ પ્રમાણે તમને મારવાને પણ અમે સમર્થ છીએ, છતાં અમે તમારા હાથનું એક બીડું લીધું છે, તે ઋણથી મુક્ત થવાને માટે હે નરાધિપ ! અત્યારે તમને જીવતા જવા દઈએ છીએ, માટે ઘણુંનું પોષણ કરનાર એવા તમે અહીંથી સત્વર ચાલ્યા જાઓ. શાસ્ત્રમાં પણ બહુ જ પર ઉપકાર કરનારને મારવો નહિ” એમ કહેલું છે, કેમકે એક સૂર્ય અસ્ત પામતાં જગતમાં અંધકાર ફેલાઈ જાય છે. વળી કહ્યું છે કે “સેનાપતિ, ઉપદેશકર્તા, ઘણુઓનું ભરણપિષણ કરનાર તથા ઘણું સમૃદ્ધિને અધિપતિ–એટલાને સાહસ કરીને માર નહિ, તેમ રાજાને પણ આપ સમાન ગણુને તેને માર નહિ, કારણ કે રાજા વિના લોકોને અત્યંત કષ્ટ વેઠવું પડે છે.”
પછી પાસે ઉભેલા સુભટને પિતાના બળથી ત્રાસ પમાડીને તરતજ વરધવલ રાજાને તેમણે અશ્વ પરથી ભૂપીઠ પર નાખી દીધો અને ઉપરવટ નામના અશ્વરત્નને લઈને તેઓ ચાલ્યા ગયા. એ વખતે સધ્યા થઈ જવાથી સર્વે સુભટે પણ રણકર્મથી વિરામ પામ્યા, એટલે અવસરને જાણનાર એવા મંત્રીશ્વર વિગેરે રાજાને ઉપાડીને પિતાની