________________
સર્ગઃ ૪થો એક વખત અવદાત લક્ષ્મીવાળા. વિશાલવક્ષ સ્થલવાળા, શત્રુઓને મુળથી ઉખાડી નાખનાર, પાંડુરાજ સભામાં આવ્યા, શરદ પૂર્ણિમાના ચદ્રમાની જેમ પૂર્ણ કાંતિવાળા, પાંડુરાજા સુમેરૂ શિખર સમાન, સુવર્ણમય સિંહાસન ઉપર બેઠા, તેઓએ રત્નમય બે વલયે, હાર, મુકુટ તથા કુંડલ ધારણ કર્યા હતા, તેમની ચારે તરફ સામન્તો બેઠા હતા, મૂર્તિમંત કામરસથી સર્જન પામેલી અવારાંગનાઓ સભાની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી, ગાંગેય ધૃતરાષ્ટ્ર વિગેરે વડીલ અને રાજાને ગૌરવાન્વિત કરવા માટે સિંહાસન ઉપર બેઠા હતા, બધા શ્રોતાજનના કાનને આનંદ આપવાવાળી સ્તુતિ બેલાતી હતી, મોટા મોટા કવિઓ રાજાની, રાજ્યની, કુરુવંશની પ્રશસ્તિ કરતા કાવ્ય બેલતા હતા, કથાકારો ભરતાદિરાજાઓની પાપને નાશ કરવાવાળી કથાઓ કહેતા હતા, તેટલામાં દ્વારપાળે આવી હાથ જોડીને કહ્યું રાજન ! દ્રપદ રાજાને દત દ્વાર પાસે ઉભે છે, ગાંગેય ધૃતરાષ્ટ્ર વિગેરે વડીલે જાની સંમતિ લઈને રાજાએ દૂતને રાજસભામાં આવતા ટે સંકેત કર્યો.