________________
પાંચાલે, આ પાત્રોની કાર્યશીલતા, વિવિધતા, વિચિત્રતા અને સભ્યતાના કારણે જ આ મહાકાવ્યને મહાભારતનું મહાન ખીરૂદ પ્રાપ્ત થયું છે. અને આજ કારણને લીધે જગત ઉપર તેની ધેરી છાયા છવાયેલી છે. તેની ઝાંખી કરાવવા માટે જગપ્રસિદ્ધ લેાકેાક્તિના થોડા નમૂના પણ જાણવા જેવા છે. “ આ મહાભારત પ્રકરણ છે” આ મહાભારત ફાય છે” આ મહાભારત વાત છે” આ રીતે કાઇપણુ મહાન પ્રસંગને અથવા તા કાઈ વસ્તુની મહાનતા અતાવવા માટે આ મહાભારતે મોટા ફાળા આપ્યા છે. અને તેથી જ તેને મહાનતાનું મહાપ્રતીક કહેવામાં આવે છે.
66
ઃઃ
અંતમાં સંસારમાં સંસારનું સાચુ દિગ્દર્શન યથાર્થ રીતે કરાવતું અને પ્રાન્ત સંસારને જ મહાભારત રૂપે રજુ કરતું આ મહાકાવ્ય સંસારને પાર કરવા માટે નૌકાના નાવિક એવા આત્માને એક દિવ્ય દિવાદાંડી સમાન પુરવાર થઈને સેાહામણા કાવ્ય તરીકેનુ સ્થાન લઇ ચૂકેલ છે. સર્વે જીવા તેનું પાન કરીને મુક્તિ વધૂની વરમાળાને વા એવી મહેચ્છા સાથે વિરમું છું.
—પુનમચંદ કેવળચંદ્ર શાહ પડિત. જગદ્ગુરૂ હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા, ગાડીજી જૈનદેરાસર, પાયધુની, મુંબઈ–૩