SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અરે! આ મહાકાવ્ય તો જગતમાં અનેકામાં પ્રેરણું કરી. અને અનેક કાવ્યોનું સર્જન થયું. એ એક હકીકત રૂપે જગત સમક્ષ પુરવાર થઈ ચૂક્યું છે. મને કહેવા દો કે જગતના સાર અને અસાર ભાવોને ન્યાય આપતી આ કથાથી અધિક કોઈ કથા જગતમાં વિદ્યમાન હશે કે કેમ ? તે શંકા છે. કદાચ હોય તે જ્ઞાની જાણે! ખરેખર! આ કાવ્યમાં કયા રસની ખામી છે તે ક સાહિત્ય સ્વામિ શોધીને સિદ્ધ કરવાની અભિલાષા રાખી શકે છે? ખરેખર “નવરસનું નવલું ઝરણું" આ તેનું ઉપનામ તેના વાસ્તવિક વ્યુત્પત્તિ સિદ્ધ અર્થનું દ્યોતક બને છે તેમાં કોઈ શંકા નથી, બકે યથાર્થતાને પુરવાર કરે છે, આ કથા અથવા કાવ્ય ત્રાગે કાળને નાનકડો ઇતિહાસ લાગે છે. એટલું જ નહિ પણ છે, આથી વિશેષ હું કાંઈ જ કહી શક્ત નથી, તેમજ લખી પણ શકતો નથી, ખરેખર મહાભારતના પાત્રો તો આમાં કેવળ એક નિમિત્ત માત્ર છે. - યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવંતના વંશમાંથી ઉતરી આવેલ આ વલેણું જગતને એક નવલું નવનીત અપે છે. અને બ્રહ્મચારી ભગવંત શ્રી નેમિનાથ (અરિષ્ટનેમી) ના કાળમાં આ બનેલી ઘટના આપણી કથારૂપે રજુ થાય છે. આશ્ચર્યની વાત તો એ જ છે કે અતુલ બળના ધરનારા ભગવાન નેમિકુમારની બાલક્રીડા, જલક્રીડા, યુદ્ધના મેદાનમાં, લગ્નોત્સવમાંથી પાછા વળવું અને શ્રી ગિરનાર ઉપર સર્વવિરતિ અંગિકાર કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ, અને નિર્વાણના સુંદર પ્રસંગે આ કથામાં ગુંથવામાં આવ્યા છે. વળી અર્જુન અને અભિમન્યુ, દુર્યોધન અને દ્રોણાચાર્ય, દ્રૌપદી, ભીષ્મ અને ભીમ, વિરાટ અને વિદુરજી, અશ્વસ્થામાં અને
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy