________________
૪૭૪]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય ફરીથી યુદ્ધ કર, ભોજનપાત્રને બાજુ પર મૂકી મેં શંખનાદ કર્યો, ત્યારબાદ તમે ત્યાં તરત જ આવી ગયા.
ત્યારબાદ અમો બંને ભાઈઓ જોજન કરીને ચાલ્યા. અનુક્રમે નિર્જલ કૌશાળ વનમાં આવ્યા. પુનાગ વૃક્ષની છાયામાં બેસી મેં બલરામને પાણી માટે કહ્યું. “આ ભયંકર વનમાં સાવધાનીથી રહેજે” હું જલદીથી પાણી લઈને આવું છું; આ પ્રમાણે વારંવાર મને કહીને વનદેવતાઓને મારી સહાયતા માટે વિન િકરી બલરામ ગયા, હું રેશમી વસ્ત્રને ઓઢી આ વૃક્ષની નીચે સૂઈ ગયો, ત્યારબાદ મૃગલાની ભ્રમણાથી તે મારેલું બાણ મારા પગમાં વાગ્યું. જરાકુમાર ? આ પ્રમાણે આદિથી અંત સુધીની મારી કથા છે. કૃષ્ણના મુખથી દ્વારકાના નાશની વાત સાંભળી મેં ભાગ્યની નિંદા કરી, સુખ પૂર્વક સૂતેલા ભાઈની હત્યા કરનાર એવા ને ધિક્કાર છે, હું શેક કરતો હતો ત્યારે કૃષ્ણ કહ્યું કે વિલાપ કરો નહિ. તમે એક કામ કરો, એક મુહર્ત પછી મારું મૃત્યુ છે. માટે હવે હું ભગવાન નેમિનાથના શરણને ભજીશ, તું આ કૌન્તુભ મણિને હાથમાં લઈ જલદીથી પાંડેની પાસે ચાલ્યો જા, નહિતર બલરામ આવતાની સાથે જ તને મારી નાખશે, થોડે દૂર સુધી તું પાછું વાળીને જેતે રહેજે, કદારા બલરામ તારી પાછળ આવતા ન હોય ? કૃષ્ણના પગમાંથી બાણ ખેંચી તથા કૌન્તુભમણિને લઈને મહારાજા યુધિષ્ઠિર ? હું અહિંઆ આવ્યો છું. .