SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ : ૧૭] [૪૭૩ મને ભૂખ લાગવાથી ભેજન લાવવાની ઈચ્છાથી જ્યારે બલરામ નગરમાં ગયા, ત્યારે મેં તેને કહ્યું કે આ નગરમાં ધૂતરાષ્ટ્ર પુત્ર અચ્છદંત નામનો રાજા રાજ્ય કરે છે. પાંડેના પ્રત્યે આપણે પક્ષપાતી હોવાથી તે મારી ઉપર ખૂબ જ વિદ્વેષ રાખે છે. તે જે કોઈ પ્રકારે અનુચિત આચરણ આજના પ્રત્યે કરે તે આપ તરત જ શંખનાદ કરજે, બલરામ જ્યાં નગરમાં ગયા, ત્યાં જ તરત જ શંખને અવાજ મારા કાનમાં પડયે, ત્યારે અતિશય કોધમાં આવી હું નગર તરફ દોડે, નગરમાં પ્રવેશ કરતાં જ તેની રાતુરંગી સેના સામે બલરામને હાથી બાંધવાના ખીલા વડે લડતા જોયા, હાથમાં પરિઘ લઈને મેં તેઓને કહ્યું કે નીચ! કૌરવોને મૃત્યુ સન્મુખ પહોંચાડનાર હું આવી પહોંચે છું; મને જોઈ તરત જ મૃત્યુના ભયથી હાથ જોડી દુર્યોધનના ભાઈએ કહ્યું કે સિંહની સામે મૃગલા કોઈ દિવસ લડી શકતા હશે ? દેવ ! સેવકના અપરાધની આપ ક્ષમા આપે, તેને છોડી મૂકી, ભેજનને લઈ બલરામની સાથે ફરીથી તે વનમાં અમે બંને જણ આવ્યા, મેં તેમને પૂછયું કે આટલું સુંદર ભેજન કેવી રીતે મલ્યું ? શત્રુની નજર આપની ઉપર કેવી રીતે પડી? બલરામે કહ્યું કે ગોવિંદ ! હાથના સુવર્ણવલયને વેચી ભેજનને ખરીદી આવતો હતો, તે વારે મને તેઓએ ઓળખી લીધે, સેનાએથી મને ઘેરી લઈ કહ્યું કે હિણી પુત્ર! પાંડવના બાંધવ ! શસ્ત્ર લઈને મારી સાથે
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy