________________
સર્ગઃ ૧૭] .
[૪૫૭ એટલા માટે આજે તારું ભાગ્ય પ્રતિકૂલ છે, તને તારી ભુજાબલનું અભિમાન હોય તે, સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જા, હું તો તારી સાથે યુદ્ધ કરવા પાંડે સહિત નગરની બહાર તેયાર છું; દારૂકના વચન સાંભળી ક્રોધથી પત્ર ફાડી નાખી તેણે કહ્યું કે હે દૂત! કૃષ્ણ તો જંબુદ્વીપમાં બળવાન ગણાય છે. પરંતુ મારી સામે સેનાસહિત પણ યુદ્ધ કરવાની તેની તાકાત નથી, માટે તું જા, હું તારી પાછળ આવી રહ્યો છું. પાંડવોની સાથે કૃષ્ણને યુદ્ધના માટે તૈયાર કરજે, દૂત ! એક જ સપાટામાં તે બધાને હું મારી નાખ્યું નહીં તો મારું નામ જ પદ્મનાભ નહીં.
દૂતે આવી કૃષ્ણને પદ્મનાભ ની વાત કહી. પાંડ સહિત કૃષ્ણ યુદ્ધના માટે તયાર થઈ ગયા, પદ્મનાભ પણ કૃષ્ણ પાંડવોની સાથે યુદ્ધ કરવાને માટે સેનાઓથી દિશાઓને ગજાવતો ત્યાં આવી પહે, પદ્મનાભના આવ્યા બાદ કૃષ્ણ પાંડવોને કહ્યું કે પદ્મનાભની સાથે તમે યુદ્ધ કરે છે કે હું કરું? ત્યારે પાંડવોએ કહ્યું કે પાંદડા બાળવા માટે વડવાનલની જરૂરીઆત નથી માટે અમે તેની સાથે યુદ્ધ કરીશું. આજે કાં તે જીત હશે કે હાર, આ પ્રમાણે કહીને પાંડ લડવા ચાલ્યા, કૃષ્ણ પ્રેક્ષક બનીને ઉભા રહ્યા, પદ્મનાભની સેના સાથે ઘણા સમય સુધી પાંડનું યુદ્ધ ચાલ્યું. જ્યારે તેની સેનાએ પીછેહઠ કરી, ત્યારે તે પદ્મનાભ પિતે જ મોટા