SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય આદિત્ય વિગેરે નવ લેકાંતિક દે નેમિકુમારની પાસે આવ્યા. તેઓએ નેમિકુમારને વિનંતી કરી કે જગતના સર્વ જીવોના કલ્યાણને માટે આપ તીર્થની સ્થાપના કરો. સાંવત્સરિક દાન આપવા માટે દેવતાઓએ તેમના મહેલમાં-ચેકમાં વિગેરે સ્થળે સુવર્ણના ઢગલા કર્યા. તીર્થકર ભગવંતને વાર્ષિક દાનનો કાર્યકમ લેકર માર્ગ છે. શિવાદેવીને દુઃખને જોઈ કુન્તીએ પિતાના આગમનને અપશુકનીઆળ ગયું, રાજીમતી ભાગ્યહીન છે તેમ જાણી દ્રૌપદી પણ દુઃખી થઈ. જગતમાં ઘણું દુઃખેને અનુભવ કરી ચુકેલા પાંડ નેમિકુમારને ગૃહત્યાગ તથા પ્રવ્રજ્યા અંગિકારની ભાવના જાણી આનંદિત બન્યા. મનપસંદ પતિને પાછા વળવાથી કુહાડાથી વેલડી કપાઈ જાય તેવી રીતે રાજીમતી મુચ્છિત બનીને જમીન ઉપર પડી ગઈ. સખિઓએ અનેક પ્રકારના શીત પારથી જ્યારે તે ભાનમાં આવી ત્યારે દે દૈવ! તે આ શું કર્યું? આ પ્રમાણે બોલતી અનેક પ્રકારે વિલાપ કરવા લાગી. મને તો પ્રથમથી જ લાગતું હતું કે “આ મારા પતિ થવાના જ નથી” કડવી તુંબડી કલ્પવૃક્ષ ઉપર આવતી હશે કે ? સ્વામિ ! આપના શરણમાં આવેલી મને આપે શા માટે છોડી દીધી ? ખેાળામાં બેઠેલા સસલાને ચંદ્રમા પણ છોડતો નથી. ત્રણે લોકમાં આપ કલ્પવૃક્ષ સમાન છે. તે પછી મારા માટે આપ દુખકારક શા માટે બન્યા ?
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy