________________
સર્ગ : ૧૬ ]
[૪૪૧ ' ત્યારબાદ માતા શિવાદેવીએ આંખમાંથી આંસુને વરસાવતાં કહ્યું કે પુત્ર! છત્ર વિના તારા શરીર ઉપર ઠંડી-ગરમી તથા વર્ષો કેટલું કષ્ટ પડશે! વસ્ત્ર વિનાના તારા દેહને હેમંત ઋતુની ઠંડી તને પીડા કરશે ! જંગલમાં ઘર વિના તું વર્ષાકાળ કેવી રીતે વીતાવીશ. પરિષહરૂપી મહાસેનાને તું કેવી રીતે સહન કરીશ? મારા હાથથી વધારેલા કાળા ભમ્મર જેવા તારા સુંદરવાળને તું કેવી રીતે ઉખાડીશ? ત્યારબાદ નેમિકુમારે કહ્યું કે માતાજી ! મારી ઉપર આપનો સ્નેહજ દુઃખનું કારણ છે. સંતોષી મનવાળા સંયમીઓને જે સુખ મળે છે તે સુખ માનવેન્દ્ર, સુરેન્દ્રને પણ મળતું નથી. ચિંતારૂપ અગ્નિજ્વાળા સરખા ગ્રહવાસરૂપી દાવાનળમાંથી નીકળીને નિઃસંગતારૂપી વાવડીમાં આત્માને શાંત કરે છે. સમતારૂપી નદીના પુરમાં તમામ વિષયે નષ્ટ બની જાય છે. હમેશાં અનુકુળ સમતા જેની પ્રિયા છે તેને પરમાણંદને અનુભવ સર્વથા સુલભ છે. માતાજી! હું તે સમતાને મારી પ્રિયા બનાવવાની ઈચ્છા રાખું છું. ઉનાળામાં અત્યંત આનંદ આપવાવાળી ચંદ્રિકાને કોણ સેવતું નથી. આ પ્રમાણે નેમિકુમારના વચન સાંભળી બધાએ તેમના ચિત્ત-મનને જાણી લીધું. નગરનો રસ્તો છોડીને બધા રડવા લાગ્યા. દુખથી બેભાન બન્યા. સારથિએ રથને આગળ રાલા અને મેહરાજાની સેનાને મારવા માટે ચારિત્રરાજના ભટ્ટ નેમિકુમાર પિતાના ઘેર આવ્યા.
ત્યારબાદ દીક્ષા અવસરને જણાવવા માટે સારસ્વત્