________________
સર્ગઃ ૧૫મે ]
[૪૧૯ માટે કુરૂશ્રેષ્ટ! ફરીથી તમે તમારી આરાધનામાં સ્થિર બને. કેમકે સતત અભ્યાસથી યેગમાં સ્થિર બની શકાય. ગુરૂ મહારાજના આદેશને પ્રાપ્ત કરી પ્રસન્ન બનેલા ગાંગેયમુનિએ મુનીશ્વરની સ્તુતિ કરી અને ફરીથી વિધિપૂર્વક પિતાની આરાધનામાં લીન બન્યા.
આઠ પ્રકારના જ્ઞાનાચારમાં કોઈ પણ કારણથી કે કોઈ પ્રકારથી અતિચાર લાગ્યા હોય તો શુદ્ધ મનથી હું ત્રણ વખત તેની નિંદા કરૂં છું. આઠ પ્રકારના દર્શનાચારમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરૂં છું. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ જે અષ્ટ પ્રવચનમાતા કહેવાય છે. તપ ચારિત્રાચારમાં જે કઈ અતિચાર લાગે હોય તેની હું નિંદા કરૂ છું. છ બાહ્ય અને છ અત્યંતર તપમાં લાગેલા અતિચારની હું નિંદા કરૂં છું. છતી શક્તિએ અનુષ્ઠાન કરવામાં ઢીલાશ કરી હોય તો હું તે વીર્યાચાર સંબંધી જે કઈ અતિચાર લાગ્યું હોય તેની નિંદા કરૂં છું. સુમ, બાદર, સ્થાવર, ત્રાસ, જીવોને મેં ઘાત કર્યો હોય તો તેની હું નિંદા કરું છું. હાસ્ય, લોભ, ભય, ક્રોધથી મેં જે કંઈ પરપીડાકારી કાર્ય કર્યું હોય તેને મિચ્છામિ દુક્કડં આપું છું. થોડું અથવા વધારે અદત્તાદાન મેં ભેગવ્યું હોય તેની હું વારંવાર નિંદા કરું છું. તિર્યંચ, મનુષ્ય આદિ ભવોમાં મેં જે કંઈ મૈથુન સેવ્યું હોય તેની હું નિંદા કરું છું. વસ્તુ, ધાન્ય, દ્વિપદ ચતુષ્પદ ઉપર જે મમત્વ સેવ્યું હોય તેની હું નિંદા કરું છું. મેં રાત્રિના