________________
૪૧૮ ].
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તમે પાંડવોને મારી શકવાના નથી. પરંતુ ચક્રવ્યુહ
જ્યારે રચાશે ત્યારે એક દિવસને માટે તમે પાંડવોને રેકી શકશે. આ પ્રમાણે કહી તે દેવતા પિતાના સ્થાને ચાલ્યો ગયો. યુદ્ધના સમયે જયદ્રથે જે કંઈ કર્યું તે વાત તમે સારી રીતે જાણે છે.
હે કુન્તીના પુત્રો! મેં તમને તપનું માહાસ્ય બતાવ્યું. હવે બધા ધર્મોમાં શ્રેષ્ઠ ભાવધર્મને સાંભળે, સિદ્ધરસની સમાન ભાવ અત્યંત દુર્લભ છે. દાન વિગેરે પણ ભાવસહકારથીજ કલ્યાણકારી બને છે, તેજ ભાવના બળથી ચારિત્રને પરિપાક થાય છે. તેમાંથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર લીધા પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ બાદ મેં તમને ધર્મ અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે. હિં કૌતેય! તમે પણ અવશ્ય વિધિપૂર્વક ધર્મ મોક્ષની આરાધના કરશે, કે જેનાથી તમે યુદ્ધમાં લાગેલા પાપથી મુક્ત બની શકશે.
ગાંગેયનિ મુનિની ધર્મ મેક્ષમય દેશનાને સાંભળી મેઘની ગર્જનાથી મેરલાઓ નાચી ઉઠે તેવી રીતે તૈયામાં અત્યંત ભાવોલ્લાસથી યુધિષ્ઠિર નાચી ઉઠયા. તેઓએ કહ્યું કે પ્રભુ! આપે મને સુંદર ઉપદેશ આપે છે. હવે હું આપની કૃપાથી કૃતકૃત્ય બન્યો છું.
એટલામાં ભદ્રગુપ્તાચાર્યે ભીષ્મમુનિને કહ્યું કે મહાભાગ! હવે આપને અંતિમ સમય આવી ગયો છે.