________________
સર્ગઃ ૧૩ ] " ,
[૩૯૧ પાંડની બીકથી જુદા જુદા માર્ગે ભાગી છૂટયા. અહિ સંજયે ગાંધારી તથા ધૃતરાષ્ટ્રને યુદ્ધની બધી વાત કરી. તે બને મૂચ્છિત થઈ ગયા. ભાનમાં આવ્યા પછી તે બન્ને જણાએ ખુબજ કલ્પાંત કર્યો. છાતી કૂટવા લાગ્યા. પુત્રના શેકથી તે બન્નેને જગત વિષમય, અગ્નિમય, મૃત્યુમય દેખાવા લાગ્યું. .. . આ બળરામને શાંત પાડી પાંડવે શિબિરમાં આવવાને વિચાર કરતા હતા એટલામાં ભયથી કંપતા સાયકીએ આવીને પાંડવોને છાવણીમાં બનેલી તમામ વાત કહી સંભળાવી.
પાંડને અત્યંત શેકાતુર જોઈને કૃષ્ણ તેમને સંસારની અનિત્યતા બતાવતાં કહ્યું કે હું સમજીને જ તમને બધાને અહિં બળરામને મનાવવા માટે લાવ્યો હતો. અશ્વત્થામા આજે રાત્રિના આપ લેકને અવશ્ય મારી નાખત તે કરેલા તમામ પ્રયત્નો તથા યુદ્ધ નિષ્ફળ જાત. તમે જીવતા છે તે પુત્ર પણ પ્રાપ્ત થશે. માટે તમે શાંત થાવ. અહિંથી જઈને પુત્ર તથા ભાઈના શેકથી અત્યંત દુઃખી દ્રૌપદીને સાંત્વન આપે. કૃષ્ણના વચનોથી શોકને હળવો કરી પાંડ શિબિરમાં આવ્યા.
આવતાની સાથે પાંડવોએ જમીન ઉપર આળોટતી વિખરાએલા વાળવાળી, જોર જોરથી રડતી દ્રૌપદીને જોઈ કુણે દ્રૌપદીને સમજાવતાં કહ્યું કે કલ્યાણી! શેકથી