________________
સર્ગ : ૧૩ ] બાર પ્રહરના ભયંકર યુદ્ધથી થાકેલી અને સેનાએ પિતાપિતાની છાવણીમાં ચાલી ગઈ
દ્રોણાચાર્યનું સ્વર્ગગમન થવાથી કૌરવેન્દ્ર દુર્યોધને આશાવૃક્ષરૂપી કર્ણને સેનાપતિ બનાવ્યું. દુર્યોધને તેને અભિષેક કર્યો. જેનાથી કર્ણ પ્રભાવશાળી–તેજસ્વી લાગતો હતે. યુદ્ધના માટે પ્રસ્થાન કરતા વિરમુકુટ કણે યાચકની ઈચ્છા મુજબ દાન આપ્યું. કર્ણના આપેલા દાનથી યાચક સંપત્તિવાળા બની ગયા. કર્ણને દાન આપતે જોઈ શત્રુઓ આશ્ચર્યમાં પડ્યા. કર્ણને આગળ કરી દુર્યોધનની સેના કુરૂક્ષેત્રના મેદાનમાં આવી. પાંડવે પિતાના સિનિકો તથા મસ્તકાલંકાર સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન સહિત યુદ્ધમાં આવી પહોંચ્યા.
બને સેનાઓમાં યુદ્ધના વાજા વાગવા લાગ્યા, પૂર્વ પશ્ચિમના પવનથી પ્રેરિત સમુદ્રના મોજાઓની સમાન અને પક્ષના સનિકો એકબીજાના સિમાં પેસીને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. ચારે તરફ વીરેના હાથમાં તલવારે ચમકવા લાગી. થડા વીરપુરૂષોની ઉપર અપ્સરાએએ પુષ્પવૃષ્ટિ કરી. તલવારના ઘાથી હાથીઓના કુંભ
સ્થળના ઉપરથી ઉછળતા મેતીઓને ગ્રહણ કરવા માટે વિદ્યાધરસ્ત્રીઓ આકાશમાં તૈયાર થઈને ઉભી હતી.
બાણ વડે પાંડવોની સેનાનો વિનાશ કરતા સાક્ષાત્ ધનુર્વેદ સમાન કણે યુદ્ધ કર્યું. કર્ણ શત્રુઓને વિનાશ