________________
૩૭૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કરે જેથી કરીને તે શસ્ત્ર શાંત થઈ જશે. કૃષ્ણના વચનેને સાંભળી બધા સૈનિકોએ પિતાના શસ્ત્રો વિગેરે છેડીને મસ્તક નમાવી તે શસ્ત્રને નમસ્કાર કર્યો. પરંતુ અભિમાની ભીમે કઈપણ પ્રકારે શસ્ત્રાસ્ત્રને ત્યાગ કર્યો નહિ. અને કહ્યું કે હું જગતને તરણા સમાન માનું છું. સૂર્યચંદ્રને પણ પીગાળી શકું છું. અગાધ સમુદ્રને પણ સુકવી નાખવાની શક્તિ મારામાં છે. પર્વતને પણ હલાવી શકું છું. તે પછી હું આ શસને શા માટે નમસ્કાર કરૂં? તે નારાયણાસ્ત્ર સેનાને છેડી દઈ ભીમને બાળી નાખવા માટેની ઈચ્છા કરી એટલામાં કૃષ્ણ અને અર્જુને દેડી ભીમને રથમાંથી ઉતારીને ઢાંકી દીધે. (સંતાડી દીધો) અને બધા શસ્ત્રોને ત્યાગ કરાવ્યું. બધા સૈનિકે આનંદમાં આવી ગયા. તે શસ્ત્ર પણ શાંત થઈ ગયું. અશ્વત્થામા ક્રોધથી બળવા લાગ્યું અને તેણે અદ્માસ્ત્રને પ્રયોગ કર્યો. અને બ્રહ્માસ્ત્રને પ્રયોગ કરીને તેની શક્તિ નકામી બનાવી દીધી. એટલે અશ્વત્થામા અધિક ક્રોધાયમાન બન્યા ત્યારે આકાશમાંથી દેવવાણ થઈ કે હે દ્વિજોત્તમ! તમે ક્રોધથી કેમ અંધ બને છે? કૃષ્ણ અને અર્જુનને જીતવામાં દેવતાઓ પણ સમર્થ નથી. કારણકે, તેઓએ પૂર્વભવમાં તીવ્ર તપ કરેલ છે કે જેના પ્રભાવથી એ બંને જગતને જીતવાવાળા છે. તે દેવતાના વચનને શ્રવણ કરી કાપેલી સુંઢના હાથીની જેમ અશ્વત્થામા શાંત થયા. ત્યારબાદ અશ્વત્થામાની ખિન્નતાથી ખિન્ન બનીને સૂર્ય અસ્તાચળે ચાલ્યો ગયો. ત્યારબાદ