________________
[પાંડવ ચરિત્ર મહાબ સિવાય પાંડવોને જ કરનાર કેઈ નથી, જ્યારે આ તે પાંઠોને મારવામાં ઉપેક્ષાવૃત્તિ ધારણ કરીને રહ્યા છે. કદાચ અમારા શત્રુઓને રાજ્ય આપવાની ઈચ્છા હેાય તો આપ આપના હાથથી જ મારા પ્રાણ લઈ શકો છે. ભીષ્મ કહ્યું કે વત્સ! બન્નેની સાથે સરખો સંબંધ હેવા છતાં પણ મેં મારું જીવન તારા હાથમાં વેચી નાખ્યું છે. તારા માટે તે હું મારી ઈચ્છા અનુસાર વર્તવાનું છેડીને પાંડની સાથે યુદ્ધ કરી રહ્યો છું. પરંતુ અર્જુન જ્યાં સુધી હાથમાં ધનુષ્ય ધારણ કરે છે ત્યાં સુધી વિજ્યની શક્યતા ઓછી છે. તે પણ હું આવતીકાલે પૃથ્વીને વીરપુરૂષ વિનાની બનાવી દઈશ. આ પ્રમાણે ભીષ્મના આશ્વાસનથી ખુશ થઈને દુર્યોધન પિતાની છાવણીમાં આવેલા નિવાસસ્થાને ચાલી ગયે.
નવમા દિવસે સૂર્યના કિરણે જેમ અંધકારને નાશ કરે છે તેવી રીતે ભીમે બાણે વડે પાંડવ સિનિકને નાશ કર્યો તે વખતે પાંડવોની સેનામાં કેટલાય વીરપુરૂષ હાથમાં ધનુષ રાખવામાં અસમર્થ બની ગયા હતા. તે પછી ધનુષ્યના અગ્રભાગમાં દેરી ચઢાવવાની તો વાત જ શું કરવી? ઘણું વીરપુરૂષે ધ્વજદંડના મધ્યભાગમાં છુપાઈ ગયા. ઘણું વીરપુરૂષોએ સારથિઓએ વચમાં બેસાડી પિતાનું રક્ષણ કર્યું. કેટલાક વીરપુરૂષોએ પિતાની કીર્તિને મલીન બનાવી યુદ્ધભૂમિમાંથી વિદાયગીરી લીધી તે વખતે પાંડવપક્ષની સેના મેદાન છોડીને ભાજવા લાગી.