________________
સર્ગ ૧૩મે ]
[ ૩૫ કહ્યું કે કલ્યાણિ! તમે વીરપત્ની હતા પણ આજે પુત્રને મૃત્યુએ તમને વીરમાતા બનાવ્યા છે. પરંતુ હું પાપી મદ્રરાજના પેટમાંથી બાણે દ્વારા આપના પુત્રને ખેંચી ન લાવું તો મારું આ યુદ્ધ સફળ નહિ બને અને આપ પણ મને સત્યવ્રતના પાલક તરીકે માનશે નહિ. આ પ્રમાણે યુધિષ્ઠિરના તરફથી આશ્વાસન આપવામાં આવ્યું. અને વિરાટપત્નીએ શેક છોડી દીધો. કેમકે ઉદારપ્રકૃતિના માનવીઓને શોક થોડો સમય જ રહે છે. આ પ્રમાણે બાણ વડે સૈનિકોને મારતા ભીમે નિર્દયતાથી સાત દિવસ સુધી યુદ્ધ કર્યું. આઠમા દિવસે ભીષ્મ એજ પ્રકારનું યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે પાંડવોની સેનાએ સાવચેતીપૂર્વક યુદ્ધ કર્યું. કૌરવોની સેનાને પાંડવોએ અસ્તવ્યસ્ત કરી નાખી. બાણેથી અસંખ્યાત કૌરવસૈનિકો ઘાયલ થયા. સૂર્યાસ્ત થવાની પહેલાં જ ભીમે અનેક રાજાઓને મારી નાખ્યા. પરંતુ તેથી અધિક રાજાઓને પાંડવોએ મારી નાખ્યા. આનંદ પામતા પાંડે અને ચિંતાતુર બનેલા કૌર પિતાપિતાની છાવણીમાં ચાલ્યા ગયા.
ભીને અને
એ મારી
પાતપિતાને
ત્યારબાદ રાત્રિને વિષે ભીષ્મની પાસે જઈને એલંભા આપતે દુર્યોધન બોલ્યો કે તાત! આપની શક્તિથી અને બળથી પાંડવોનો વધ કરવા માટે મેં આ મહાયુદ્ધને આરંભ કર્યો છે. જેમ સૂર્ય પણ વસંતઋતુ સિવાય હિમનો નાશ કરી શકતો નથી. તેમ આપના