________________
[પાંડવ ચરિત્ર મહાકાય ગૃહાધીશની જેમ તે રાવડાએથી દુર્યોધન શેવા લાગ્યું.
દુંદુભિનાનાદ દિશાઓમાં ફેલાવા લાગ્યા. ધનુષ્ય કાર્યમાં ભયંકર ભીષ્મને આગળ કરી દુર્યોધનનેં સેના ચાલી. પ્રતિકૂળ પવનથી પાછળ ઉડતી ધજાઓ જાણે કે પાંડવસેનાની બીકથી ભાગતી લાગતી હતી. ધીમે ધીમે દુર્યોધનની સેના કુરુક્ષેત્રમાં આવી વ્યુહરચના કરીને પાંડવ સેનાની સામે ઉભી રહી.
બને બાજુ યુદ્ધના વાજાં વાગવા લાગ્યા. ધ્વજાઓ ફરકવા લાગી. પરસ્પર વેરભાવ રાખતી અને સેનાઓથી ઉડેલી ધૂળ આકાશમાં પથરાઈ ગઈ. બંને બાજુના વીરેએ બન્દીઓને (ચારણ જેવી વ્યક્તિઓને) વસો આપ્યા. બન્ને તરફના ધનુર્ધારી પોતપોતાના સ્વામીની આજ્ઞા મુજબ પ્રથમ યુદ્ધ કરવા લાગ્યા.
બારમે સર્ગ સંપૂર્ણ