________________
સર્ગ : ૧ ]
[૩૩૭ શા માટે જાઓ છો? આ પ્રમાણે કહીને ભીમ વિગેરેને પ્રણામ કરીને યુધિષ્ઠિરની આજ્ઞા લઈને તે લોકો પણ કવચ ધારણ કરીને તયાર થઈ ગયા. વિદ્યાબળથી યુદ્ધના સમાચાર જાણીને ઘટોત્કચ પણ આવી ગયા. યુધિષ્ઠિર વિગેરે પાંચ પાંડવોને પ્રણામ કરી તેમની આજ્ઞા લઈને યુદ્ધને માટે તે પણ તૈયાર થયું. તે વખતે અંબરને ગજાવતી દુંદુભિ વાગવા લાગી પુષ્ટદ્યુમ્નને આગળ કરી પાંડેનું સિન્ય આગળ વધ્યું. અર્જુનના રથમાં સારથિને વેષ ધારણ કરીને કૃષ્ણને લેકે આશ્ચર્યથી જોવા લાગ્યા. આ પ્રમાણે ચતુરંગી સેનાની સાથે યુદ્ધભૂમિમાં આવી યુધિષ્ઠિરની આજ્ઞાથી વ્યુહરચના કરી પાંડવપક્ષના રાજાઓ તૈયાર થઈને મેદાનમાં ઉભા હતા.
જે વખતે યુધિષ્ઠિરની સેના તૈયાર થઈ તે જ વખતે દુર્યોધનની સેનામાં પણ શંખનાદ થવા લાગ્યા. આ યુદ્ધમાં શું થશે? આ પ્રમાણે વિચારતાં સૈનિકોએ રાત્રીને જાગ્રત અવસ્થામાં જ પસાર કરી હતી. ભયંકર શ્રેષ અને યુદ્ધમાં વિજયની શ્રદ્ધા ધરાવતે મહાબાહુ દુર્યોધન અનેક પ્રકારના અપશુકને થવા છતાં પણ પાંડવોને જીતવા માટે રથ ઉપર ચઢો. | દુર્યોધનની પાછળ પાછળ સાક્ષાત્ ધનુર્વેદ સમાન પિતપોતાના રથમાં કવચને ધારણ કરી દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુઃશાસન વિગેરે નવાણુંભાઈ. શલ્ય, ભગદત્ત, જયદ્રથ વિગેરે રાજગણ ચાલવા લાગ્યા. તે વખતે ગૃહેથી ૨૨