________________
સર્ગઃ ૧૨]
[૩૧૯ આકર્ષાઈને રહેલી છે. તેમને અનેક પુત્ર છે. તેમાં બળરામ તથા કૃષ્ણ અને સૂર્યચંદ્રની સમાન તેજસ્વી છે. કૃષ્ણ કેશી, ચાણુર, કંસ વિગેરેને યમરાજાના અતિથિ બનાવ્યા છે. કૃષ્ણને તમામ પ્રકારનો રાજ્યભાર સુપ્રત કરીને સમુદ્રવિજય નિવૃત્ત જીવન ગાળે છે. ઈન્દ્રની લક્ષ્મીને જીતનાર યાદ જે નગરીમાં રહે છે તે દ્વારકાનગરીને આપ જાણતા નથી ?
વેપારીના અતિ દુઃખદાયક વચન સાંભળીને જીવયશા નિસાસા નાખતી બેલી “હાય ! તે પાપીઓ હજુ પણ જીવે છે.” આ પ્રમાણે બેલતી અને રડતી સીધી રાજ્ય સભામાં આવીને તેણીએ મને બધી વાત કરી અને કહ્યું કે પિતાજી ! આપ તે ક્રૂર માણસોને સંહાર નહિ કરી શકે તે હું આગમાં બળીને મરી જઈશ. તેના વચન સાંભળીને મારા મનમાં ચિંતા થઈ કે, ધિક્કાર છે તે દતોને કે જેઓએ આવીને મને કહ્યું કે “બધા યાદવ મરી ગયા. આજે પણ તેઓ જીવે છે તે આશ્ચર્યની વાત નથી? અથવા યાદની તે વૃદ્ધાએ મારા પુત્રને ઠગી ચિતામાં પ્રવેશ કરાવીને મારી નાખે. પરંતુ આપ મારા જમાઈને મારવાવાળા તે બે ગોપાલ બાલકોને સમર્પણ કરી દેશે તે આપના કુળનું કલ્યાણ છે માટે રાજન્ ! તમે તમારા કુળના રક્ષણ માટે તે બન્ને કુમારને સમર્પણ કરે ! જેમ મુનિ મહાત્માઓ મહાનંદને માટે વિષયાનંદને છેડે છે તેમ બુદ્ધિમાન માણસોએ પણ ઘણાને બચાવવા માટે થોડાનો ત્યાગ કરવો જોઈએ.