________________
૩૧૮].
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ક્રોધમાં આવીને મૃત્યુને વિચાર કર્યા સિવાય કોના રિકવા છતાં પણ બળરામ તથા શ્રીકૃષ્ણની ચિતામાં પ્રવેશ કર્યો અને એક ક્ષણવારમાં બળીને ભસ્મીભૂત થઈ ગયે. આપની બીકથી પણ શેક વિહવળ સેના પણ ચિતામાં પ્રવેશ કરીને બળી ગઈ. આ સાંભળી હું પણ તત્કાળ અત્યંત દુઃખી થયે, પરંતુ શત્રુઓ પણ બળી ગયા. આ વિચારીને હું પણ શાંત થયે. ત્યારબાદ મારી પુત્રી જીવયશા પતિને, ભાઈને અને તમને બધાને જલાંજલી આપી શત્રુઓને બદલે લઈને શાંતિપૂર્વક રહેવા લાગી.
ઘણું દિવસે બાદ રત્નકંબળ વિગેરે વસ્તુઓને લઈને વેપારી અમારા નગરમાં આવ્યા. તેણે જીવયશાને રત્નકંબળ વિગેરે બતાવીને કિંમત કહી. જીવયશાએ કિંમત ઓછી કરવાને કહ્યું ત્યારે તે વેપારીએ કહ્યું કે રાજપુત્રી ! દ્વારકામાં કે મેં કહી તેનાથી આઠ ઘણી કિંમત આપીને લેવા માટે આગ્રહ રાખે છે. માટે પ્રતિવાસુદેવની આ નગરી કરતાં તે ફક્ત રાજાની નગરી સર્વ શ્રેષ્ઠ છે. તેની વાત સાંભળી છવયશાએ પૂછ્યું કે જેનું તમે વર્ણન કરે છે તે નગરી ક્યાં છે? વેપારીએ કહ્યું કે દેવિ ! લવણસમુદ્રના કિનારે દેએ નિર્માણ કરેલી દ્વારકા નામની નગરી છે. નગરીમાંથી રત્નોને લેવા માટે રત્નાકર દરરોજ તેની સેવામાં રહે છે. ઈન્દ્રના અભિમાનને -તેડનાર સમુદ્રવિજય નામના રાજા છે. તેમના નાનાભાઈનું નામ વસુદેવ છે. જેઓના ગુણે પ્રત્યે વિદ્યાધરી સ્ત્રીઓ