________________
૩૧૦]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ગભરાવ નહિ. પાંડવે તે હમણાં જ મારા પ્રતાપગ્નિમાં બળીને ભસ્મીભૂત થવાના છે. તમે મારી પાસે નકામી વાતે કરી મારા મનને દુઃખી શા માટે કરો છો?
આ પ્રકારે દુર્યોધનના વચન સાંભળી દુઃખી બનેલા ધૃતરાષ્ટ્ર અને વિદુરજી અને ત્યાંથી નીકળીને પિતપિતાના સ્થાને ગયા.
ત્યારબાદ કુલક્ષયની બીકથી વિદુરજીનું ચિત્ત વિરક્ત બની ગયું, તેઓએ સંપત્તિની, વિષયસુખની ખુબ નિંદા કરી, તેઓએ યુદ્ધમાં કુરુવંશના ભાઈઓને મરતા જોવા નહિ ઠીક લાગવાથી પ્રવજ્યા લેવાને વિચાર કર્યો.
આ પ્રમાણે મનમાં વિચારતા વિદુરજીએ સાંભળ્યું કે ઉદ્યાનમાં વિશિષ્ઠજ્ઞાની વિશ્વકીર્તિમુનિ આવ્યા છે ત્યાં જઈને મુનિને વંદન કરી તેમની સામે વિદુરજી બેઠા. ત્યારબાદ મુનિએ અમૃતમય દેશના આપી કહ્યું કે મેં જ્ઞાન દ્વારા આપના મનને સંસારથી વિરક્ત સમજી ઘણા દૂરથી અહિં વિહાર કરીને આવવાને વિચાર કર્યો છે. માટે તમે તમારી ઈચ્છનીય વસ્તુને પ્રાપ્ત કરે. આ ભવિતવ્યતા રોકી શકાય તેમ નથી, પરંતુ આપના કુળનો વિનાશ નિશ્ચિત થવાનું જ છે.
વિદુરજીએ ઉડી મુનીશ્વરની સ્તુતિ કરી અને વ્રત આપવા માટે આગ્રહ કર્યો. મુનીશ્વરે વ્રત આપવા માટે વિદુરજીની વિનંતીનો સ્વિકાર કર્યો, ત્યારબાદ મુનીશ્વરને