________________
૩૦૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય - જેમ વનવાસમાં રહેવું પડશે. વળી તેઓને મારા જેવા ઘણું સહાયકે છે. મેટાઓની સહાયતાથી નાના પણું વિજયને પ્રાપ્ત કરી શકે છે. વાદળથી પ્રતિબંધિત પાણી પણ દુર્લભ નથી, સમુદ્રમાં રત્નોને દુષ્કાળ નથી. જેવી રીતે ગાંડો માણસ સૂર્યનો વિરોધ કરે છે તેવી રીતે આપ તેમને નહિ બોલાવીને વિરોધ વધારી રહ્યા છે.
દૂતના વચને સાંભળી અત્યંત ક્રોધાયમાન થઈને દુર્યોધન બોલ્યા હે બ્રાહ્મણ ! તમારા વચને બોરની જેમ ઉપરથી કમળ દેખાય છે પરંતુ અંદરથી કઠેર છે. મારા બાહુબળના આધારે રહેલી પૃથ્વીને કણ ઉપાડી શકનાર છે. હાથીના મુખમાં ગએલા ઘાસને કોણ બહાર કાઢી શકે? મારી સામે કૃષ્ણ કોણ છે? અરે પાંડવની તાકાત શું છે? સૂર્યની સામે ચંદ્રમા અને તારાગણની કિંમત શું છે? જ્યારે યુદ્ધમાં મારા બાણથી દુઃખી થઈને શીઆળની જેમ બૂમ મારતો ભાગશે ત્યારે જ કૃષ્ણને સમજાશે કે દુર્યોધનની તાકાત કેટલી છે? દુર્યોધનના કઠેર વચન સાંભળી કોપાયમાન થએલા દૂતે કહ્યું કે સૂર્યની સાથે પતંગીયાને સંઘર્ષ સંભવી શકતા નથી તેવી રીતે કૃષ્ણની સાથે આપને સંઘર્ષ અસંભવિત છે. જે કૃષ્ણ બાલ્યાવસ્થામાં અરિષ્ટ, કેશી, ચાણની આહુતિ આપી પિતાના પ્રતાપગ્નિમાં કંસની પણ પૂર્ણાહુતિ આપી. અરે રાજન ! કૃષ્ણની વાત છેડી દે. યુદ્ધમાં પાંડને પણ કોણ જીતી શકે તેમ છે.