________________
સર્ગઃ ૧૧મો ]
[૩૦૬ દૂતે હાથ જોડી દુર્યોધનને કહ્યું કે હે રાજન ! કૃષ્ણ, રાજાએ મને આપની પાસે મેકલાવેલ છે. પિતાની કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવામાં સમર્થ એવા પાંડેએ વિરાટનગરમાં ગુપ્તવેશે તેરમું વર્ષ પસાર કર્યું છે. જ્યારે આપ લેકે ગાયોને લેવા માટે વિરાટનગર ગયા હતા. ત્યારે પાંડવે તમારી સામે પ્રગટ થયા હતા. વિરાટરાજાએ પ્રાણથી પણ અધિક માનીને તેમની સેવા કરી છે. દ્રપદ વિગેરે રાજાઓએ તેમની આજ્ઞા સ્વિકારી છે. વિરાટરાજાની પુત્રી ઉત્તરાની સાથે અભિમન્યુના લગ્ન પ્રસંગે પણ હું ત્યાં હાજર હતા. ત્યાં પાંચાલ વિગેરે પાંડવોના પુત્ર તથા બીજા મિત્રગણ પણ હાજર હતા. પરંતુ ભાઈઓ સહિત આ૫ના મુખ કમળને નહિ જેવાથી યુધિષ્ઠિરના ચિત્તમાં આનંદ નહોતો. તો પણ ભાગ્યદેવીનો દોષ છે કે તેર વર્ષ સંપૂર્ણ થવા છતાં આપે તેમને બોલાવ્યા નહિ, તેઓ પણ આમંત્રણ વિના હસ્તિનાપુર આવવા માટે તૈયાર નહિ હોવા છતાં પણ હું તેઓને આગ્રહથી હસ્તિનાપુર લઈ આવ્યો છું. હજુપણ સમય છે કે આપ આપના ભાઈને બોલાવવા માટે જાઓ. ભાઈઓએ પરસ્પર વિરોધ કરવો તે ઉચિત નથી. જે આપ પિતે જ તેમને નહિ લાવો તો પણ યુધિષ્ઠિર પિતાના પરાક્રમી ભાઈ એના બળથી પોતાને રાજ્યભાગ લેવાના જ છે. અથવા આપ તેઓને નહિ બોલાવો તો પણ પાંડવો અહિ આવીને કદાચિત્ આપનું રાજ્ય પણ પડાવી લેશે. તે વખતે કાં તે આપ યુદ્ધમાં મરી જશે અથવા રાજ્ય છોડીને તેમની