________________
સર્ગઃ ૧૦ ]
[ ૨૯૧ વૃત્તાંત પૂછે, ત્યારે હાથ જોડીને બધાની સમક્ષ કુમારે કહ્યું કે જે યુદ્ધમાં બનાવટી સ્ત્રી વેષધારી આ બહનટ હોય ત્યાં યુદ્ધમાં જીતની શંકા હોય જ કયાંથી?
કુમાર પાસેથી બુહનટની પ્રશંસા સાંભળીને આશ્ચર્ય અનુભવતા રાજાએ વિશિષ્ટ પ્રકારે યુદ્ધને વૃત્તાંત પૂછો. કુમારે કહ્યું કે બીજે સારથિ નહિ મળવાથી મેં બૃહન્મટને સારથિ બનાવ્યું. જ્યારે અમે આગળ વધ્યા ત્યારે સમુદ્ર સમાન દુર્યોધનની સેનાને જોઈ, ત્યાર બાદ આ ભીષ્મ, દ્રોણ, કર્ણ, શકુની, દુર્યોધન વિગેરે છે. તેની ઓળખાણ મને બૃહન્નટે આપી, આ પ્રમાણે તેઓને ઓળખીને તેમ જ જેઈને કુળની મર્યાદા છેડીને મને ત્યાંથી ભાગી છુટવાની ઈચ્છા થઈ, મેં બૃહન્નટને રથ પાછો વાળવા માટે કહ્યું પરંતુ તેણે મને રેકીને કહ્યું કે કુમાર ! વિરાટપુત્ર એવા આપને માટે આ ઉચિત નથી. શત્રુસેનાને જોઈ ભાગવાવાળે વીર લોકોમાં કલંકિત બને છે. ભાગવું તેના કરતાં મરવું વધારે સારું છે. તમારે યુદ્ધ ન કરવું હોય તે પણ તમે અહિંથી ભાગશે નહિ. હું તે શત્રુઓની સાથે લડવામાં સમર્થ છું, માટે આપ અહિં રહે, જ્યાં સુધી આ શત્રુઓને હું મારતો રહું, ત્યાં સુધી તમે મારા સારથિ બને. ત્યારે હું સારથિ બન્ય. અને બૃહન્ન, યુદ્ધ કરવાને તૈયાર થયે. - ત્યારબાદ સ્ત્રી વેષને ત્યાગ કરી હાથમાં ધનુષ્ય લીધું, ત્યારે તેની દિવ્ય પ્રતિભા જોઈને હું વિચારવા