________________
૨૦૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
દ્રૌપદીએ મહારાણી સુદેષ્ણાના મહેલમાં પ્રવેશ કર્યાં. ત્યાંની દાસીઓએ તેને જોઈ, આશ્ચર્યચકિત બનીને દાસીએ જઈને સુદેષ્ણાને કહ્યું, રાણીએ પણ કૌતુકથી દાસીએ દ્વારા દ્રૌપદીને લાવી સુંદર આસન પર તેને બેસાડી આદરપૂર્વક માન આપતી રાણીએ કહ્યું કે ભદ્રે! તુ આટલી બધી સુંદર છે કે તારા પગ ભૂમિ ઉપર રાખવા ચેાગ્ય નથી તે પછી પગપાળા ફરવું તે તારા માટે ચાગ્ય નથી, માટે સત્ય કહે કે કયા રાજાની તુ' પત્ની છે ? અને પગે ચાલીને તું અહિં...આં શા માટે આવી છે ? ત્યારે પાંડુરાજાની પુત્રવધૂ દ્રૌપદીએ કહ્યુ` કે કહ્યું કે હું માલિની નામે સૈરન્ધ્રીની દાસી છું. રાજપત્ની નથી. દ્રૌપદી તથા સત્યભામાની સાથે પણ હુ રહેલી છુ, તે અને મને ખુબ ચાહતી હતી. વિરાટરાજાની પત્નીએ ફરીથી દ્રૌપદીને કહ્યુ` સૈર'પ્રિ ! તું જે કહીશ તે ટુ' કરીશ. પરંતુ રાજા કદાચ તને જોઈ જશે ‘તેા' મનથી પણ તે મારી ઇચ્છા રાખશે નહિ, દ્રૌપદીએ કહ્યું કે તમારે શંકા કરવાનું કારણ નથી. મારા પાંચ પતિ ગંધવ છે, ગુપ્ત રીતે રહે છે. જો કોઈ ખરાબ દ્રષ્ટિથી મને જુએ છે તા તરત જ મારા પતિ તેને મારી નાખે છે. તેઓ વિદ્યાબળથી દરેક જગાએ ફરતા જ રહે છે, તેએની સામે રાજા પણ કાઈ કરી શકે તેમ નથી, દ્રૌપદીની વાત સાંભળી રાણી સુદેષ્ડાએ કહ્યું માલિની ! મારી લક્ષ્મી તારી છે. તું તારી ઇચ્છા અનુસાર તેના ઉપભાગ કરી શકે છે. આ પ્રમાણે કહીને રાણીએ રેશમીવસ્ર
તે