________________
૭૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય તલવારની ધાર જેવી હોય છે, સત્યવાદી સેવક રાજાને હંમેશાં પ્રિય હોય છે, માટે આપણામાંથી જેઓને જે કામ સારી રીતે આવડતું હોય તે કામને લઈ રાજાની પાસે જાય, કોઈ ખાસ જરૂરીઆત હોય તે ગુપ્ત રીતે બેલાવવા માટે જય, જયન્ત, વિજય, જયસેન, જયદુબલ, આ પ્રમાણે આપણા નામથી પરસ્પર બેલાવવા. મોટાભાઈની આજ્ઞાને સ્વિકાર કરી અદ્વિતીય ધનુર્ધારી અજુને પિતાના શસ્ત્રોને ભયંકર પ્રેતવનમાં સમીવૃક્ષ ઉપર મૂકયા, ત્યારબાદ પાંચ પાંડેએ વિરાટરાજાના નગરમાં પ્રવેશ કર્યો.
બાર અંગે તિલક, હાથમાં દર્ભ અને જનોઈ ધારણ કરીને સફેદ વસ્ત્રધારી યુધિષ્ઠિરે રાજ્યસભામાં જઈને દ્વારપાલને કહ્યું કે રાજાને નિવેદન કરે કે એક બ્રાહ્મણ આપના દર્શન કરવાની ઈચ્છા રાખે છે, દ્વારપાલે રાજાને કહ્યું ત્યારે રાજાએ સત્કાર પૂર્વક બ્રાહ્વણને રાજ્યસભામાં પ્રવેશ કરાવ્યું, યુધિષ્ઠિરને આવતા જોઈ રાજાએ મનમાં વિચાર કર્યો કે સાક્ષાતધર્મને પૃથ્વી ઉપર અવતાર લીધે લાગે છે, આજસુધી કેઈ બ્રાહ્મણની આકૃતિ મેં આવી જઈ નથી, આખી પૃથ્વી ઉપર રાજ્ય કરવા યોગ્ય તેમની પ્રતિભા અને શરીર દેખાય છે, રાજાએ મસ્તક નમાવીને બ્રાહ્મણને પ્રણામ કર્યા, બ્રાહ્મણે આશિર્વાદ આપ્યા. ત્યારબાદ રાજાએ ખુબ પ્રેમથી તેમને ઉંચા આસને બેસાડયા, રાજાએ તેમને પૂછયું હે ભૂદેવ! આપ કયાંથી પધારે છે? અને આ ભુવનને પવિત્ર કરનાર આપ કેણ છે? ત્યારબાદ યુધિષ્ઠિરે કહ્યું