________________
સર્ગઃ ૧૦મો
- ત્યારબાદ દેવતાના વચનને ગ્રહણ કરી પાંડવ ગુપ્ત વેશમાં તવનથી વિરાટનગર તરફ ચાલ્યા. પાંડે સાક્ષાત્ નીતિરૂપી માતાને આગળ કરીને સાક્ષાત્ લક્ષ્મી સમાન દ્રૌપદીની સાથે શુભતા હતા. પર્વત–નગર-ગામ-વિશ્રાંતિગૃહ વિગેરે મને હર ભૂમિને પસાર કરતા તે બધા ધીમે ધીમે વિરાટનગરના બહારના ભાગમાં આવ્યા, ઉદ્યાનસરેવર–પુષ્કરિણીની રમણીયતાને જોતા તે પાંડવોએ હાથપગ ધોઈને પાણી પીને થાકને દૂર કર્યો, સરોવરના કિનારે નવપલ્લવથી ભતા આંબાના ઝાડની નીચે વિશ્રાંતિ લેવા બેઠા.
શત્રુઓથી પરાજિત થએલા યુધિષ્ઠિર પરાભવના વિચારમાં હૃદયમાં ખૂબ જ દુઃખી થતા હતા. તેઓએ ભાઈઓને કહ્યું કે વત્સ! મારાથી તમને કેટલું બધું દુ:ખ સહન કરવું પડયું છે તેમાં પણ હવે ગુપ્ત રીતે વિરાટરાજાની સેવામાં રહીને તેરમું વર્ષ વિતાવવું પડશે, તમને વધારે કહેવાની જરૂરીઆત નથી. રાજાની સેવા ૧૮