________________
૧૭૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય જોઈને મનમાં ક્ષોભ પામેલી દાસીઓએ મહેલમાં આવી રાણીને વાત કરી, રાણીએ દમયંતીને બોલાવવા માટે -દાસીને મોકલી, તેઓએ આવી તેણીને કહ્યું કે ચંદ્રયશા રાણી આપને પુત્રી પ્રેમથી બોલાવે છે, માટે આપ ચાલે, -દાસીઓના વચન સાંભળી તેમની સાથે દમયંતી ગઈ, રાણી રાંદ્રયશાની સગી બહેન પુષ્પદંતીની પુત્રી દમયંતી થતી હતી, પરંતુ બાલ્યકાળમાં જ એક બીજાને જોયેલા હોવાથી એકબીજાને ઓળખી શક્યા નહોતા, પરંતુ તેણીને જોઈ રાણીને પ્રેમ ઉભરાય, પરસ્પર એકબીજાને ભેટી પડ્યા, અને કહ્યું કે તું મારી પુત્રી ચંદ્રાવતીની પ્રિય બહેન છે, તમે બંને બહેનો મારી લક્ષ્મીનો ઉપયોગ કરશે, પરંતુ તું મને તારો પરિરાય આપ ! દમયંતીએ સાર્થના પ્રવાસિઓને જે કહ્યું હતું તેમ જ કહ્યું. ગરીબ, અનાથ વિગેરેને માટે નગરની બહાર રાંદ્રયશાદેવી તરફથી દાનશાળા ચાલતી હતી, તેણીએ રાણીને કહ્યું કે હું દાનશાળામાં બેસીને દરરોજ દાન આપવાનું કાર્ય કરીશ, દમયંતીની વાતને રાણએ સ્વિકાર કર્યો, ભેજનાથને રૂપમાં પોતાના પતિ નલરાજા કદાચ કોઈ દિવસ જોવા મળશે, તેમ માની યાચકને દાન આપી ખુશ કરતી હતી.
બીજે દિવસે દમયંતીએ રાજપુરૂષોથી બાંધીને લઈ જવાતા એક ચોરને જે, દમયંતીને જોઈ ભારે દિનના અને ખીન્નતાથી બે હે દેવી! મારું રક્ષણ કરે, મને બચા, તેણીએ તે રાજસેવકને પૂછ્યું કે આ