________________
[પાંડવ ચરિબંડ સહાકાવ્ય ખી થશે, પરંતુ સંભીરવેદી હાથી જેમ અંકુશને માનતું નથી, તેમ દમયંતીની વાત પણ નલરાજાએ માની નહીં. દમયંતીના કહેવાથી આપ્તજનોએ જુગારની રમત છોડી દેવા નલરાજાને ખૂબ જ સમજાવ્યા, પરંતુ માન્યું નહિ, ભાગ્ય જ્યારે પલટાઈ જવાનું હોય છે. ત્યારે માનવીની બુદ્ધિ પણ વિપરીત આવે છે.
પ્રાતકાળમાં તારાઓ સહિત ચંદ્રિકા હારી જાય છે તેમ નલરાજા અંતઃપુરની અન્ય સ્ત્રીઓ સહિત દમયંતીને પણ હારી ગયા, વસંતઋતુ પૂર્ણ થાય છે ત્યારે ચંપાનું ઝાડ કુલ રહિત બની જાય છે તેમ રાજા પણ પિતાના અલંકારોથી રહિત બની ગયા, નલરાજાની લક્ષ્મી પ્રાપ્ત કરીને કુબેર ખૂબ જ અભિમાની બને, નલરાજા રાજ્યપદથી ભ્રષ્ટ થવાથી પ્રજા અત્યંત દુઃખી થઈ આ કુબેરે નલરાજાને કહ્યું કે મારા રાજ્યની હદમાંથી ચાલ્યા જાવ, તે વખતે પિતાજીએ તેમને રાજ્ય આપ્યું હતું. હવે જુગારથી મને રાજ્ય મહ્યું છે, કુબેર ! તું ગર્વ ન કરીશ, લક્ષ્મી તે પરાક્રમીને જ મળે છે. આ પ્રમાણે કહી ફક્ત એક વસ્ત્રને લઈ નલરાજાએ ચાલવા માડ્યું. “મેં તને જીતી લીધી છે, તું મારી પાછળ મારા અંતઃપુરમાં ચાલ ! આ પ્રમાણે નળની પાછળ જવાવાળી દમયંતીને કુબેરે કહ્યું. ત્યારે નાગરિકોએ કહ્યું કે રાજન! આપ. મહારાણી દમયંતીને કેમ રોકે છે? સિંહણને પતિ બનવાની ઈમિ જે મૃગ રાખ હેય તે માટે