________________
સર્ગ : પમ]
[૧૦૭ ગોવાળોએ તથા નગરજનેએ અર્જુનને અભિનંદન આપ્યા, ગેવાળે પિતાની ગાયે લઈને પિતાના ઘેર ગયા.
અર્જુનના કહેવાથી કઈ માણસે આવી કુંતી, યુધિષ્ઠિર વિગેરે કુટુંબ સહિત રાજાને કહ્યું કે દેવ ! અજુનની ભુજાના બળથી નાગરિકેના જીવનનું રક્ષણ થયું છે. આપની કીર્તિ સુગંધમય બનાવી છે, નગરના દ્વાર પાસે આંબાના ઝાડની નીચે અર્જુન બિરાજમાન છે. તેઓએ કહેવડાવ્યું છે કે મેં પ્રજાકાર્ય માટે મુનિ નારદજીની આપેલી પ્રતિજ્ઞાને તેડી છે. માટે હું બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરવા માટે જાઉં છું. આપ સર્વે મને આજ્ઞા આપશે, આપના ચરણની કૃપાથી મારી યાત્રા નિર્વિધને પૂર્ણ થશે. | સમાચાર સાંભળી દુઃખી થયેલા રાજા સપરિવાર અર્જુનની પાસે ગયા, નિસાસો નાખતાં રાજાએ અર્જુનને હાથ પકડી કહ્યું કે વત્સ ! યૌવનાવસ્થામાં તીર્થયાત્રા કરવાને તારે મને રથ કેવો? કુરુવંશી રાજા પુત્રને રાજગાદી સુપ્રત કરીને વનવાસી બને છે. માટે આ કાર્ય મારે કરવાનું છે. વળી તારી ભૂજાઓના બળરૂપ અગ્નિથી, મારે પ્રતાપાગ્નિ શત્રુઓને બાળે છે. તારે જવાનું નથી. અહીં રહીને મારી આંખને આનંદ આપ, એટલામાં રડતી કુંતી’ બેલી વત્સ! તું તારા પિતાજીના વચનને અંગીકાર કર, વડીલના વચનનું પાલન પણ મેટું પ્રાયશ્ચિત છે. મને રડતી મૂકીને તું કયાં જઈશ? કેવી