________________
૧૦૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય ગઈ, વાદળના આવરણોથી આકાશ મુક્ત અને સ્વચ્છ હતું. અંધકારરૂપ દુશમનને નાશ કરવામાં સમર્થ “ચંદ્ર દિશાઓમાં ફેંકાયેલા અક્ષતની સમાન નક્ષત્રોથી શોભતે. હતે, પિતાના પિતા વર્ષાકાલના વિરહને સહન કરી શકવાથી ખેતરે પીળારંગથી શુભતા હતા, (પાકથી ભરપુર હતા) વિજ્યની ઈચ્છાવાળા રાજાઓની સેનાના ઘોડાના પગથી ઉડેલી ધૂળથી આકાશમાં મલીનતા દેખાતી હતી, ખીલેલા કમળોથી જલાશય સ્વચ્છ હતા, શરદ– ઋતુના આગમનથી દિશાઓ હસતી હતી, હંસોથી તલાવ શોભતા હતા, સપ્તઋદની સુગંધ વડે વનરાજ મહેકતી હતી.
એક દિવસ રાત્રિના પાછલા પ્રહરમાં બહાર ચરવા નીકળેલી ગાયની ચોરોએ ચોરી કરી, ચરોના બાણથી ઘાયલ થયેલા ગોવાળેએ આવી રાજાના મહેલના દ્વાર પાસે પિકાર કર્યો, કાનમાં ખીલા વાગવાથી જેમ દુઃખ થાય છે, તેમ ગોવાળના વચન સાંભળી અર્જુનની ઉંઘ ઉડી ગઈગોવાની વાત સાંભળી કોધથી અર્જુન ધમધમી ઉઠ, પ્રજાના સુખની ખાતર પ્રાણને ભેચ્છાવર કરવાની તત્પરતા ધરાવનાર અને આનંદપૂર્વક ગોવાળેની સાથે જવા માટે ધનુષ્યબાણ લેવા દ્રૌપદીના ભવનમાં પ્રવેશ કર્યો, તે વખતે યુધિષ્ઠિર-દ્રૌપદીની સાથે ક્રિીડા કરી રહ્યા હતા, ધનુષ્યબાણ લઈને અને એને પીછે પકડે, યુદ્ધમાં ચેરને જીતી લઈ ગાયોને લઈ પાછો આવ્યો,