________________
श्रीकुमारविहारशतकम्
वैडूर्याश्मप्रणालीमुखमकरतटैर्घाणपात्रैकमित्रम् यस्मानिर्गच्छदच्छं स्नपनविधिभवं केतकीपुष्पपाथः । दिग्लोलानीलभासो बहुलपरिमलाकृष्ट,गप्रसंगभ्रांत्या हस्तैः किरंत्यः पुरहरिणदृशो मौलिभिः संस्पृशंति ॥२३॥
अवचूर्णिः- दिग्लोला दिक्षु चपला नीलभासो नीलकांती: कर्मतापन्नाः बहुलपरिमलाकृष्ट,गप्रसंगभ्रांत्या हस्तैः किरंत्यः क्षिपंत्यः पुरहरिणदृशो नगरस्त्रियो यस्मात्प्रासादाद्वैडूर्याश्मप्रणालीमुखमकरतटैर्निर्गच्छत् घ्राणपात्रैकमित्रं स्नपनविधिभवं केतकीपुष्पपाथः पानीयं मौलिभिः संस्पृशंति । नगरस्त्रियः मौलिभिः स्पृशंति किं केतकीपुष्पपाथः किदृक् पुष्पपाथः ? निर्गच्छत् कस्मात् (कैः) विडूर्याश्मनां प्रणालीभ्यः (प्रणाल्यः) तासां मुखानि तेषु मकरतटाः तैः तटशदः शोभार्थः । घ्राणपात्रं नासिका । लोलाश्चपला भासो ॥२३॥
ભાવાર્થ - વૈર્યમણિની મગરના આકારવાળી ખાળમાંથી નીકળતું સ્નાત્રવિધિનું કેતકીના પુષ્પવાળું નિર્મલ જલ જે સુગંધથી નાસિકારૂપ પાત્રનું મિત્રરૂપ હતું. તેની નીલકાંતિઓ દિશાઓમાં ચપલ થઈ પ્રકાશતી હતી તેથી નગરની સ્ત્રીઓને એવી ભ્રાંતિ થતી હતી કે, અહિં ઘણાં સુગંધને લઈને ભમરાઓ ખેંચાઈ આવ્યા છે, તેથી તેઓ પોતાના હાથ વડે તેને ઉછાળતી ઉછાળતી પોતાના મસ્તક વડે સ્પર્શ કરતી હતી. ૨૩
વિશેષાર્થ - તે ચૈત્યની અંદર પ્રભુને સ્નાન કરાવાના જલને નીકળવાની ખાળ વૈડૂર્ય મણિથી રચેલી હતી અને તે ખાળના મુખ ઉપર મગરની આકૃતિ કરેલી હતી તેમાંથી સ્નાત્ર જલ જ્યારે બાહર નિકળતું તે વખતે નગરની સ્ત્રીઓ તે જલને મસ્તક વડે વંદન કરવા આવતી,