SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) श्रीकुमारविहारशतकम् अवचूर्णि:- यत्र त्रिभुवनजनताक्षेमरक्षकपालीमक्षरालीं बिभ्राणैः स्नपनविधिभवैः विघ्नेक्षुयंत्रैः मंत्रैः नित्यं आहूयमानाः भूयः यातायातानि प्रथयितुं अनलंभूष्णवः अलंभवंतीति अलंभूष्णवः 'भूजेःष्णुक्' (सिद्धहेम. ५/२/३०) इति स्नुप्रत्ययः देव्यः बाह्यानां देवधाम्नां मंडपोर्ध्वागणेषु वसतिं व्यधिषत न मध्ये न बहिः किंत्वोपचारः 'विपूर्वडुधांग्क् धारणे च' धातोः अद्यतनी अन्ते 'सिजद्यतन्याम्' (सिद्धहेम. ३/४/५३) इति सिचि ‘રૂસ્થા ' (સિદ્ધહેમ, ૪/૩/૪૨) કૃતિ સિચઃ સિદભાવે ધ ધાતો: धिभावे च ‘अड्धातोरादिर्हास्तन्यां चामाङा' (सिद्धहेम. ४/४/२९) इति अडागमे च ‘अनतोऽन्तोऽदात्मने' (सिद्धहेम, ४/२/११४) इति न्लोपे व्यधिषत रुपसिद्धिः ॥१८॥ ભાવાર્થ - ત્રણ ભુવનના લોકોના કુશળની રક્ષા કરવામાં મુખ્યપાળરુપ એવી અક્ષરોની શ્રેણીને ધારણ કરનારા અને વિક્નોનો નાશ કરવામાં શેલડી પીલવાના યંત્ર જેવા સ્નાત્ર વિધિના મંત્રોથી હંમેશાં બોલાવવામાં આવેલી દેવીઓ વારંવાર ગમનાગમન કરી શકી નહિ એટલે તેઓ તે ચૈત્યની બાહર આવેલા દેવાલયોના મંડપના ઉપરના આંગણાંમાં સ્થાન કરીને રહેલી છે. ૧૮ ' વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર કુમારવિહાર ચૈત્યની અંદર થતા નિત્ય સ્નાત્રવિધિના મહિમાનું વર્ણન કરે છે. પ્રથમ તે સ્નાત્ર વિધિના મંત્રોને માટે કહે છે કે, તે મંત્રોમાં રહેલા અક્ષરો ત્રણ ભુવનના લોકોની રક્ષા કરવાને સમર્થ છે. તેમ વળી તે મંત્રો સર્વ પ્રકારના અંતરાયને દૂર કરવાને સમર્થ છે. એ મંત્રોની અંદર શાસનદેવીઓને બોલાવવામાં આવે છે. તે ચૈત્યમાં સ્નાત્રવિધિ હંમેશાં થવાથી તે દેવીઓને નિત્યે આવવું પડે છે. હંમેશાં જવા આવવાથી તે દેવીઓને શ્રમ પડે છે, તેથી તેઓ કુમારવિહાર ચૈત્યની બાહરના દેવાલયોની અંદર આવી વાસ કરીને રહેલી છે. કહેવાનો આશય એવો છે કે, તે ચૈત્યમાં હંમેશા સ્નાત્રવિધિ થયા કરે છે અને તેના પવિત્ર મંત્રોના ઉચ્ચાર ત્યાં થયા કરે છે. ૧૮ 00
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy