________________
श्रीकुमारविहारशतकम्
XXV
xxv]
લીલોતરીનો સંપૂર્ણ ત્યાગ હતો. નિત્ય એકાસણા કરતા હતા. પર્વના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરતા અને સર્વ સચિત્તનો ત્યાગ કરતા હતા. આઠમા વ્રતની આરાધના -
પોતાના રાજ્યમાં સાતે કુવ્યસનોનો ત્યાગ કરાવ્યો હતો. નવમા વ્રતની આરાધના -
ઉભયતંક સામાયિક કરતા હતા. સામાયિકમાં ગુરુદેવ હેમચંદ્રસૂરિજી સિવાય કોઈની સાથે વાત નહોતા કરતા. દરરોજ યોગપ્રકાશના ૧૨ પ્રકાશ અને વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશનો સ્વાધ્યાય કરતા હતા. દશમા વ્રતની આરાધના -
ચોમાસામાં શત્રુ પર આક્રમણ નહોતા કરતા. અગ્યારમાં વ્રતની આરાધના -
પૌષધમાં રાત્રે કાઉસ્સગ્ગ કરતા હતા. પારણાના દિવસે બધા પૌષધાર્થીઓને પોતાને ત્યાં પારણુ કરાવતા હતા. બારમાં વ્રતની આરાધના -
દુઃખી અને નિઃસાન વિધવાઓનું ૭૨ લાખનું ઋણ માફ કર્યું. શ્રી હેમચંદ્રાચાર્યને ઉતરવાની ધર્મશાળામાં મુહપત્તિનું પડિલેહણ કરનારા સાધર્મિકને ૫૦૦ ઘોડાનું દાન આપ્યું અને તેને ૧૨ ગામનો માલિક બનાવ્યો. સર્વ મુહપત્તિઓના પ્રતિલેખકોને ૫૦૦ ગામ ભેટ આપ્યા.
ઈત્યાદિ અનેક પ્રકારની આરાધના વિવેકશિરોમણી રાજા કુમારપાળે કરી હતી. (“જૈનધર્મવિષયક પ્રશ્નોત્તરી' - લેખક ન્યાયાસ્મોનિધિ
શ્રીમદ્વિજયાનંદસૂરિ મહારાજ)