________________
श्रीकुमारविहारशतकम्
જેવા મુક્તાફલના હારથી ભમરાઓ ભ્રાંતિ વડે તેમાં આવતા હતા. આવા મનોહર લીલાગૃહ સમીપે અષ્ટાપદની રચના હતી ત્યાં રહેલી આ દેવળની કૌતુક રચના જેમાં પ્રતિબિંબીત થયેલી તેવી જિનેટ્રોની રત્નની પ્રતિમાઓ વડે જોવાતા તેવા લીલાગૃહમાં પ્રાયઃ સર્વની દષ્ટિ પ્રવેશ કરતી હતી. અહીં કવિ અર્થાતર ન્યાસ અલંકારથી કહે છે કે, સર્વની દૃષ્ટિ પ્રીતિને અર્થે પ્રવેશ કરે છે. તેથી તે અષ્ટાપદ ઉપર રહેલા જિનેદ્રો તેને જોતા હતા. આ ઉપરથી લીલાગૃહની ઉત્કૃષ્ટતા કવિએ દર્શાવી છે. ૧૧૧
૧૨૪
...
औत्सुक्यं कामुकानां मनसि विदधती तात्त्विकानां विवेकं काष्टामारोपयंती मुहुरुपदिशती धार्मिकाणां जुगुप्साम् । . पांचाली यत्र काचिच्चपलकपिकराकृष्टनीवीनिवेशा व्रीडां वृद्धासु हास्यं युवतिषु तनुते कौतुकं बालिकासु ॥ ११२ ॥
अवचूर्णि :- यत्र प्रासादे कामुकानां मनसि औत्सुक्यं विदधती तात्त्विकानां विवेकं काष्टां निश्चयं आरोपयंती मुहुर्वारंवारं धार्मिकाणां जुगुप्सां उपदिशती चपलकपिकराकृष्टनीवीनिवेशा काचित् पांचाली वृद्धासु ब्रीडां युवतिषु हास्यं बालिकासु कौतुकं तनुते । चपलो यः कपिर्वानरः तस्य यः करस्तेन आकृष्टा या नीवी श्रोणिस्थवस्त्रं तस्या निवेशः प्रवेशो यस्याः સા | ગુરુગુપ્સાં નિવામ્ ॥૨॥
–
ભાવાર્થ - જે ચૈત્યમાં ચંચલ વાનરના હાથથી જેનું કટીવસ્ત્ર ખેંચાયેલું છે એવી કોઈ પુતલી કામીઓના મનમાં ઉત્કંઠા કરતી, તત્ત્વજ્ઞાનીઓના મનને વિવેકનો નિશ્ચય કરાવતી અને ધર્મી જનોને વારંવાર નિદાનો ઉપદેશ કરતી થકી, વૃદ્ધ સ્ત્રીઓની લજ્જા, યુવતિઓના હાસ્ય અને બાલિકાઓના કૌતુક વધારતી હતી. ૧૧૨